તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગ:કચ્છની પાંજરાપોળ-ગૌશાળાઓને 6 મહિના સુધી સબસિડી આપો

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કોરોના કાળમાં ક્યાથી ડોનેશન ન આવતા ગંભીર સ્થિતિ
 • ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘે સીએમ સમક્ષ કરી માંગ

કોરોના મહામારીની બીજી લહેરથી સમગ્ર ભારતમાં હાહાકાર મચી ગયો છે ત્યારે સૌથી વધુ ગૌધન ધરાવતા કચ્છની પાંજરાપોળ-ગૌશાળાઓમાં પશુઓના નિભાવ માટે આગામી છ માસ સુધી સબસિડીની સહાય આપવા મુખ્યમંત્રી સમક્ષ માગ કરાઇ છે. કોરોનાને કારણે પાંજરાપોળ ગૌશાળાઓમાં એક પણ રૂપિયો ડોનેશન ક્યાંયથી આવતું નથી બીજી બાજુ સંચાલકો મોંઘા ભાવે ઘાસચારો ખરીદી ખવડાવી શકે એવી સ્થિતિમાં નથી જેને કારણે પશુધન મોતના મુખમાં ધકેલાય તેવી ભીતિ સતાવે છે.

ગેરકાયદે કતલ માટે હેરાફેરીમાં પકડાતા પશુઓ, રસ્તે રઝ રખડતા બિન ઉપજાઉ પશુઓ નગરપાલિકા, ગ્રામપંચાયતો દ્વારા મુકવામાં આવેલ અબોલ જીવો પણ પાંજરાપોળ ગૌશાળાઓ સાચવે છે. જો આવા પશુઓને સ્વીકારવાની ના પાડી દે તો ચોપગાઓ કાં તો કતલખાને જશે અથવા તો રસ્તે રખડતા રહેશે.

કચ્છની પાંજરાપોળ ગૌશાળાઓ કોઈપણ પ્રકારનો બોજો ઉઠાવી શકે એવી પરિસ્થિતિ નથી. આ વિકટ સંજોગોમાં રાજ્ય સરકાર વધુ છ માસ માટે સબસીડીની જાહેરાત કરે તો મોટી રાહત થશે. તમામ પાંજરાપોળ ગૌશાળાઓને દૈનિક પ્રતિપશુ દિઠ સહાય સબસીડી આપવામાં આવે તો એ સંજીવની પુરવાર થશે તેવી રજૂઆત અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘના પ્રમુખ ભરત એસ.સોંદરવાએ કરી હતી.આ ઉપરાંત તેરા પાંજરાપોળના મેનેજર ગીરીશ શાહે પણ રાજ્ય સરકાર વરસાદ ન પડે ત્યાં સુધી સબસિડી આપે તેવી માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો