તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કચ્છમાં પાણીના તળ ઉંચા આવે તે દિશામાં કામગીરી માટે રજૂઆત

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અબડાસા ધારાસભ્યની નાયબ મુખ્યમંત્રી સમક્ષ માંગ

કચ્છમાં પાણી અછત નિવારવા માટે તેના સંગ્રહની દિશામાં નક્કર કામગીરી કરવા અબડાસાના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરાઇ છે. જિલ્લાના જૂના તળાવોના સમારકામ સાથે રિચાર્જ કરવા, પાણી પુરવઠાના જૂના ફેઇલ બોરમાં ડક-કુવો કરી તેમાં નદીનું પાણી ઉતારવા, સિમેન્ટના બદલે માટીના ચેકડેમો બનાવવા અને આવા ચેકડેમો બનાવતી વખતે તેની પાળમાં બેન્ટોનાઇટ પાવડર, પ્લાસ્ટિકથી પેચીંગ કરાય તો તેની તૂટવાની સંભાવના ઓછી થઇ જાય છે. જિલ્લામાં ખોદકામથી થયેલા મોટા ખાડામાં નદીનું પાણી વાળવામાં આવે તો ઉપયોગી બની શકે તેવી રજૂઆત અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સમક્ષ કરી છે.
નર્મદાની પાઇપલાઇનનું સમયાંતરે સમારકામ જરૂરી
નર્મદાની જે પાઇપલાઇનથી કચ્છને પીવાનું પાણી પૂરું પડાય છે. સૂરજબારી પાસે આ લાઇનની બાજુમાં મીઠાના ઢગલા પડ્યા હોય છે, જેના કારણે લાઇન લીકેજ થાય છે. સમયાંતરે પાઇપલાઇનનું સમારકામ કરાય અને મીઠાના ઢગ, કયારા દુર કરાય તો લાઇન લીકેજ થવાની સમસ્યા નિવારી શકાય.
ગ્રામ્ય વિસ્તારોમાં મકાન માટે રેતી મળવી મુશ્કેલ
નખત્રાણાના ગામડામાં લીઝ છે પરંતુ 60 કિ.મી. દુર લખપતમાં નથી, જેથી કોઇ વ્યક્તિને પોતાનું મકાન બનાવવું હોય તો એક-બે ટ્રોલી રેતી માટે નખત્રાણાનો ધક્કો પડે છે. આથી મકાન બનાવતા જરૂરિયાતમંદ લોકોને હેરાન ન કરાય તેવી રજૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...