ક્રાઇમ:રાયધણપર ગ્રામ પંચાયતના કર્મીને ઉપસરપંચે ધમકી આપતા ફોજદારી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાના રાયધણપર ગ્રામ પંચાયતની કચેરીમાં કોમ્પ્યુટર ઓપરેટરને પંચાયતના ઉપસરપંચે પેન્ડિંગ કામ બાબતે ફોન કરી ગાળો ભાંડી ધમકી આપતા બી-ડિવીઝન પોલીસ મથકે ઓપરેટરે ઉપસરપંચસામે ફોજદારી નોંધાવી હતી. પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, રાયધણપર જુથ ગ્રામ પંચાયતમાં વી.સી. (કોમ્પ્યુટર ઓપરેટર) તરીકે રહેલા પ્રદીપભાઇ કરશનભાઇ બરાડીયા (રહે. રાયધણપર)વાળાએ પંચાયતના ઉપસરપંચ દેવાભાઇ રત્નાભાઇ રબારી (રહે. મોટા વરનોરા,ભુજ) સામે ફોજદારી નોંધાવી હતી. દેવાભાઇએ પ્રદીપભાઇને ફોન કરી પંચાયતનું ઓનલાઇન કામ પેન્ડિંગ કામ બાબતે ગાળો ભાંડી હતી. નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી મનફાવે તેમ બોલ્યા રાખતા ફરીયાદીએ ફોન પોતાના કાકા માદાભાઇને આપતા તેમણે સમજાવવાની કોશીશ કરી પણ તેમને પણ ભુંડી ગાળો બોલવા લાગ્યા હતા. ઉપસરપંચ વિરૂદ્ધ બી-ડિવીઝન પોલીસ મથકે કોમ્પ્યુટર ઓપરેટરે ફોજદારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...