તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:પાલિકા દ્વારા માર્ગોના કામોનું ‘પેટા’ ખાતમુહૂર્ત!

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોના મહામારીમાં લોકોને માસ્ક, ઉકાળા અને સેનેટાઈઝર કીટનું વિતરણ
 • અાખા શહેરમાં રોડના રિસર્ફેસિંગ કામની નોંધનીય કામગીરીનો યશ લેવા પડાપડી

ભુજ નગરપાલિકાની બાંધકામ શાખા દ્વારા દિવાળી પહેલાજ શહેરમાં રોડના રિસર્ફેસિંગની નોંધનીય કામગીરી શરૂ થઈ ગઈ છે. જેનો યશ લેવા પડાપડી થઈ રહી છે, જેથી સોમવારે બાકી રહેલા માર્ગોનું રિસર્ફેસિંગના ‘પેટા ખાતમુહૂર્ત’ પણ કરાયું હતું. ભુજ નગરપાલિકામાં શાસક પક્ષના નવા નિશાળિયા જેવા નગરસેવકોઅે અાવતાવેંત વિકાસકામો હાથ ધરવાની કામગીરી શરૂ કરી દીધી હતી, જેમાં ખાસ કરી પ્રથમ ટર્મના પ્રમુખ અશોક હાથીઅે દરેક વોર્ડમાં સામૂહિક સફાઈ અભિયાન છેડ્યું હતું. ફોલ્ડિંગ સ્પીડ બ્રેકર લગાડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ, અેમાય દરેક જગ્યાઅે સ્પીડ બ્રેકર લગાડવા નગરસેવકોમાં હુંસાતુંસી થઈ હતી, જેથી અતિરેક થઈ ગયો હતો અને ઠેરઠેર સ્પીડ બ્રેકરથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જોકે, ઈન્દિરા બાગના નવ નિર્માણની અેકમાત્ર પ્રશંસનીય કામગીરી અાજ પણ લોકપ્રિય અને ઉપયોગી સાબિત થઈ છે.

અે સિવાય મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કર્યા બાદ હમીરસરના બ્યુટીફિકેશનની કામગીરી કોર્ટ મેટર બનતા પડતી મૂકાઈ હતી. જોકે, હમીરસરને ફરતે દીવાલ અને દીવાલ ઉપર અેલ.ઈ.ડી. લગાડવાથી શોભામાં અભિવૃદ્ધિ અવશ્ય થઈ છે. અે પછી છેલ્લે રાજ્ય સરકારે વરસાદમાં ધોવાયેલા માર્ગોના રિસર્ફેસિંગ માટે ગ્રાન્ટ ફાળવી અને બાંધકામ સમિતિના ચેરમેન અજય ગઢવીઅે બચત ગ્રાન્ટમાંથી વધુ રકમ ફાળવવા દરખાસ્ત મૂક્યા બાદ કારોબારી ચેરમેન ભરત રાણાઅે મંજુરીની મહોર મારી હતી, જેથી ઈજનેર અરવિંદસિંહ જાડેજાની દેખરેખ હેઠળ દિવાળી પહેલા શહેરના મોટાભાગના ડામર રોડનું ધ્યાનાકર્ષક વિકાસ કામ થયું છે. જેની વેપારી અને રહેવાસીઅો દ્વારા ચોમેરથી પ્રશંસા થઈ રહી છે. જેનો યશ લેવા હવે પડાપડી થઈ રહી છે. દિવાળી પહેલા શરૂ થયેલા માર્ગોના રિસર્ફેસિંગનું કામ જ્યાં બાકી રહી ગયું છે અેના પણ પેટા ખાત મુહૂર્ત થઈ રહ્યા છે.

ભુજ નગરપાલિકા દ્વારા મંગળવારે વોર્ડ નં. 4 અને 5માં રોડનાં કામનું ખાતમૂહર્ત પ્રમુખ લતાબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને, સાંસદ વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યના હસ્તે કરવામાં આવ્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારમાં રી-સર્ફેસિંગનાં કામનું તેમજ જુદી જુદી શેરીઓના કામનું ખાતમૂહર્ત કરાયું, સાથે સાથે કોરોના મહામારીનાં કાળમાં લોકોને જાગૃત કરવા માટે માસ્ક, ઉકાળા અને સેનેટાઈઝર સાથેની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન ભરત રાણા, અજય ગઢવી, કૌશલ મહેતા, અશોક પટેલ, રાજેશ ગોર, હનીફ માંજોઠી, મહિલા મોરચાના પ્રમુખ મંદાબેન પટ્ટણી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો