વિરોધ:કચ્છ યુનિવર્સિટીમાં છાત્રોએ ચાલુ સિન્ડિકેટ બેઠકમાં વિરોધ વ્યકત કર્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેઠકમાં હાજર કુલપતિ-કુલસચિવે માંગણી સ્વિકારવાની ખાતરી પણ અાપી

કચ્છ યુનિવર્સિટીના વિદ્યાર્થીઅોના પ્રવેશ, પરીક્ષા અને પરિણામ જેવા વિવિધ મુદ્દાઅોને લઇને તંત્રને અલ્ટિમેટમ અાપવામાં અાવ્યું હતું પણ યુનિ. દ્વારા કોઇ કાર્યવાહી કરાઇ ન હતી, જેના લીધે બુધવારથી તબક્કાવાર અાંદોલન શરૂ કરવાની ચિમકી ઉચ્ચારવામાં અાવી હતી. બુધવારે યુનિવર્સિટી સંકુલમાં ચાલુ સિન્ડીકેટ બેઠકમાં જઇને વિરોધ વ્યકત કર્યો હતો. બેઠકમાં હાજર કુલપતિ અને કુલસચિવે છાત્રોની માગણી સ્વિકારવામાં અાવશે તેવી ખાતરી અાપી હતી.

એ.બી.વી.પી દ્રારા વિદ્યાર્થીઓના પ્રવેશ પરીક્ષા પરિણામ જેવા વિવિધ વિષયોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, માગણીઅો અંગે યુનિવર્સિટી તંત્રને સમય અાપવામાં અાવ્યું હતું પણ કોઇ નક્કર પગલા ન લેવાતા બુધવારથી તબક્કા વાર આંદોલન શરૂ કરવાની તૈયારી દર્શાવાઇ હતી. બુધવારે કચ્છ યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ બેઠક ચાલુ હતી, અેબીવીપીના છાત્રો ચાલુ બેઠકમાં પહોંચી જઇ વિરોધ કર્યો હતો. જેમાં યુનિવર્સિટીના બધા સિન્ડિકેટ સદસ્યો અને સાથે કુલપતિ અને કુલસચિવ પણ હાજર હતા.

વિદ્યાર્થી પરિષદ દ્રારા વિરોધ કરાતા સમગ્ર સિન્ડિકેટની હાજરીમાં કુલપતિ અને કુલસચિવએ ખાતરી આપી છે બધી માંગો સ્વીકારી લેવામાં આવશે. છાત્રોના પ્રશ્નો માટે વિરોધ કરવા માટે ચાલુ બેઠકમાં જિલ્લા સંયોજકો અક્ષય ઠક્કર અને વ્રજેશ પાવાગઢી સાથે કચ્છ વિભાગના કાર્યકર્તાઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...