વિરોધ:ભુજ-મુન્દ્રા બસ અનિયમિત થતાં વિદ્યાર્થી અને નિયમિત મુસાફરોએ રોકી વિરોધ કર્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ વાહન ધસી અાવ્યું : રૂટો ઉપર કંડકટર અને ડ્રાઈવરના વાણી વર્તનની પણ ફરિયાદ

ભુજથી મુન્દ્રા લોકલ અેસ.ટી. બસ ભુજ ડેપોથી અનિયમિત ઉપડતી હોઈ છાત્રો અને નોકરીયાતો હાલાકી ભોગવી રહ્યા છે. જેનો રોષ ગુરુવારે ફાટી નીકળ્યો હતો અને વિદ્યાર્થીઅોઅે મુન્દ્રા રોડ પાસે સવારે 8 વાગે ઉપડતી બસ મોડી અાવતા બસને રોકી વિરોધ નોંધાવ્યો હતો, જેથી પોલીસ વાહન ધસી અાવ્યું હતું અને સમયસર ઉપાડવાની ડેપો મેનેજરની ખાતરી બાદ મામલો શાંત પડ્યો હતો.

કચ્છ જિલ્લામાં અેક તાલુકાથી બીજા તાલુકા તો ઠીક પણ અેક ગામથી બીજે ગામ જવા પણ લાંબું અંતર કાપવું પડતું હોય છે, જેથી છાત્રો અભ્યાસ અર્થે અને બાકીના લોકો નોકરી ધંધા માટે અેસ.ટી. બસમાં અપડાઉન કરવાનું પસંદ કરતા હોય છે. પરંતુ, અેસ.ટી. બસના ડ્રાઈવર અને કંડકટર દ્વારા અેસ.ટી. બસને નિયમિત ઉપાડવા અને નિયત સ્થળે સમયસર પહોંચાડવામાં બેદરકારી દાખવાય છે. ભુજથી ગાંધીધામ રૂટમાં કેટલાક ડ્રાઈવર અને કંડકટરના વાણી વર્તનની ફરિયાદો અવાર નવાર અાવતી હોય છે.

અેવી જ રીતે લોકલ ભુજથી મુન્દ્રા અેસ.ટી. બસ પણ સવારે ક્યારેક સાત તો ક્યારે સાડા સાત વાગે ઉપડે છે. સવારે 8 વાગ્યે ઉપડતી બસનો સમય પણ ફેરવી દેવાયો છે. ગુરુવારે ભુજ ડેપોથી સવારે ઉપડતી ભુજથી મુન્દ્રા લોકલ અેસ.ટી. બસના કંડકટરે લેવા પટેલ હોસ્પિટલ પાસે ટિકિટો કાપવા બસને ઊભી રાખી દીધી હતી, જેથી મહિલા કોલેજ, યુનિવર્સિટી, અેચ.જે.ડી.ના છાત્રોઅે બસને રોકીને રોષ ઠાલવ્યો હતો.

કેરામાં પણ ચકાજામ કરાયો હતો
મુન્દ્રા રૂટની અેસ.ટી. બસના નિયમિત મુસાફરો કંડકટર અને ડ્રાઈવરની અનિયમિતતાથી ત્રસ્ત છે. અગાઉ કેરા પાસે અેચ.જે.ડી.ના વિદ્યાર્થીઅોઅે બસ રોકી હતી. મુન્દ્રામાં પણ ચકાજામ કરાયું હતું. અામ, ઠેરઠેર વિરોધ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...