હડતાળ:એસટી બસના પૈડા થંભાવી દેતી હડતાળ 20મી તારીખે

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંત્રીમંડળ બદલાતા ત્રણેય સંગઠનો પાસે સમય માંગ્યો

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઅોઅે પડતર માંગણીઅોનો ઉકેલ ન અાવતા અેક સામટા 7મી અોક્ટોબરથી માસ સી.અેલ. ઉપર ઉતરી જવાના હતા. પરંતુ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બદલી જતા ત્રણેય યુનિયનોની સંકલન સમિતિ પાસે સમય માંગવામાં અાવ્યો હતો, જેથી હવે 20મી અોક્ટોબર સુધીની મુદ્દત અપાઈ છે.

અેસ.ટી. બસના ડ્રાઈવર અને કંડકટર સહિત 7મી અોક્ટોબરની મધ્યરાત્રિથી અેકસામટા માસ સી.અેલ. અાપી રજા ઉપર ઉતરી જવાના હતા. અે પહેલા ત્રણેય માન્ય યુનિયનની સંકલન સમિતિ જોડે ચર્ચા દરમિયાન મંત્રીમંડળ બદલી ગયું હોઈ પડતર માંગણીઅોના મુદ્દાનો અભ્યાસ કરી હલ કાઢવા થોડો સમય અાપવા કહેવાયું હતું, જેથી સંકલન સમિતિઅે 20મી અોક્ટોબર સુધીની મુદ્દત અાપી હતી. જે દરમિયાન રિશેષના સમય દરમિયાન ઘંટનાદ દ્વારા વિરોધનો કાર્યક્રમ યથાવત રખાયો છે. જો 20મી અોક્ટોબર સુધી નિવેડો નહીં અાવે તો તહેવારો ટાંકણે જ કચ્છમાં પણ અેસ.ટી. બસના પૈડા થંભી જશે. કેમ કે, રાત્રે મધ્યરાત્રિથી માસ સી.અેલ. મૂકી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...