સકંજો:બોર્ડર રેન્જ હેઠળના 4 જિલ્લામાં બાયોડીઝલ અને બેઝ ઓઇલ પર પોલીસની સખ્ત કાર્યવાહી

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના પોલીસ વડાના આશિષ ભાટીયાના આદેશને પગલે
  • પૂર્વ-પશ્ચિમ કચ્છમાં 20 દરોડમાં 19 આરોપીઓ સામે ગુનો નોંધીને રૂપિયા 4.60 કરોડનો મુદામાલ કબજે કર્યો

ગુજરાતમાં નકલી બાયોડીઝલના ગેરકાયદે વેચાણ કરતા લોકો પર કાર્યવાહી કરવાના રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાના આદેશને પગલે બોર્ડર રેન્જ હેઠળના ચાર જિલ્લાઓમાં પોલીસે અલગ અલગ ટીમો બનાવીને સખ્ત કાર્યવાહી કરવમાં આવી છે. જેમાં ચારેય જિલ્લાઓમાં નકલી બેઝ ઓઇલ અને બાયોડીઝલ વેપાણ ધંધાર્થીઓ પર દરોડાઓ પાડી કુલ 61 શખ્સ સામે ગુનો નોંધીને રૂપિયા 5,27,65,230 કરોડનો મુદામાલ પકડી પાડ્યો છે.જેમાં પૂર્વ પશ્ચિમ કચ્છમાંથી 4.60 કરોડનો માલ પકડાયો છે. છેલ્લા બે દિવસમાં બોર્ડર રેન્જના ચાર જિલ્લામાંથી 50 લાખનો પકડવામાં આવ્યો છે.

જેમાં ગત 19મી જુલાઇના પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે માધાપર હઇવે પર મધરાત્રે દરોડો પાડીને 13 લાખની કિંમતના 20 હજાર લીટર બેઝઓઇલ સાથે પાંચ આરોપીઓને વાહનો સહિત 36.23 લાખના મુદામાલ સાથે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. તો, પૂર્વ કચ્છના કંડલા મરિન પોલીસે 7.15 લાખની કિંમતના 11 લીટર બેઝ ઓઇલ ભરેલા ટેન્કરને ઝડપી પાડી અંજાર માથક અને વીરા ગામના બે શખ્સો વિરૂધ ગુનો નોંધ્યો છે. તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લામાં આઠ દરોડા પાડીને રૂપિયા 35,25,650 લાખનો મુદામાલ કબજે કરીને 16 આરોપીઓ વિરૂધ ગુનો નોંધ્યો છે.

અને પાટણ જિલ્લામાં ચાર દરોડા પાડી 6 આરોપીઓ વિરૂધ ગુનો નોંધીને 31 લાખ 74 હજાર 800નો મુદામાલ કબજે કર્યો છે. બોર્ડર રેન્જ આઇજી મોથલીયાએ ગેરકાયદે બાયોડીઝલ કે બેઝ ઓઇલનું ગેરકાયદે વેચાણ કે સંગ્રહ કરાતું હોવાનું ધ્યાને આવે તો, સરહદી રેન્જ ભુજની કચેરીનો સંપર્ક કરવા જનતાને અનૂરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...