તંત્ર:અતિ ખરાબ ધોરીમાર્ગો મરંમત ન થાય ત્યાં સુધી ‘ટોલ’ લેવાનું બંધ કરો

સામખિયાળીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારે વરસાદ તો હમણા થયો પરંતુ કચ્છમાં માર્ગો ખરાબ હાલતમાં તો લાંબા સમયથી છે. આમ છતાં સાૈથી તગડો ટોલટેક્સ કચ્છમાં પડાવાય છે, નેતાઓ ચૂપ છે, લોકોને ચૂપચાપ સહન કરવાની આદત પડી છે. વરસાદ પછી તો નાના રસ્તા તો ઠીક રાષ્ટ્રીય ધોરીમાર્ગો પણ અતિ બિસ્માર બની ગયા છે. વાહન ચાલકો આવા ભંગાર રોડ પરથી પસાર થવાના રૂપિયા થોડા ચૂકવે છે? વાસ્તવમાં સળંગ ધોરીમાર્ગોનું સમારકામ ન થાય ત્યાં સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ અને ટોલ કંપનીએ ટોલટેક્સ ન લેવો જોઇએ અથવા રકમમાં રાહત આપવી જોઇએ. આ તસવીર કંડલા અને મુંદરા બંદરોના હીન્ટર લેન્ડ (રાજસ્થાન, ઉત્તર ભારત)ને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-27ની છે. સામખિયાળીથી આડેસર વચ્ચેનો આ રસ્તો બે મહિનાથી ગાડાવાટથીયે બદતર બન્યો છે. અહીં માખેલ ટોલનાકાનું સંચાલન ખુદ નુશનલ હાઇવે ઓથોરીટી હસ્તક છે. પણ ખરાબ માર્ગ વિશે સંપર્ક કરવા પ્રયાસ કર્યો પણ નિંભર ઓથોરીટીના જવાબદારોએ જવાબ સુધ્ધા ન આપ્યો. એક એક ફૂટના ખાડા હોવાથી ભારે વાહનો ધીમી ગતિથી ચાલી શકતા હોવાથી સમય વધુ ખર્ચાય છે. ડિઝલ વધુ વપરાય છે, ખાડા બચાવવા જતાં અકસ્માતો થાય છે. આ હાઇવે પર પસાર થવાનો ટોલ ટેક્સ નાની ગાડીનો રૂા. 200 અને મોટા વાહનોનો 500 છે.

અન્ય સમાચારો પણ છે...