માંગ:એસ.ટી.બસને દહિંસરા, ધુણઇમાં સ્ટોપ આપો

ધુણઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છના ગ્રામ્ય વિસ્તારમાં એસ.ટી.ની સેવા શરૂ ન કરાતાં દરરોજ અપડાઉન કરતા લોકોને હાડમારી ભોગવવી પડી રહી છે, જેથી ભુજથી માંડવી વચ્ચે દોડતી બસને દહિંસરા, ધુણઇ સ્ટોપ અપાય તેવી માગ ઉઠી છે.માંડવીથી ભુજ માટે એસ.ટી.ની બસો દોડી રહી છે પરંતુ તે આજ રૂટ પર આવતા માંડવી તાલુકાના ધુણઇ અને ભુજ તાલુકાના દહિંસરામાં ઉભી રહેતી નથી, જેના કારણે દરરોજ માંડવી કે, ભુજ અપડાઉન કરતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે અને ના છૂટકે લોકોને મોંઘા ભાડા આપી પ્રાઇવેટ વાહનોનો સહારો લેવો પડે છે. સવારે અને સાંજના સમયે બેથી ત્રણ એસ.ટી. બસને આ ગામોમાં સ્ટોપ અપાય તો લોકોને રાહત મળે તેમ છે. હાલે દરરોજ અપડાઉન કરતા મજબૂર ગામવાસીઓ માંડવી, ભુજ જવા માટે પ્રાઇવેટ વાહનોને ત્રણ ગણું ભાડું ચુકવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...