તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડા:માધાપર હાઇવે પર સંસ્થાના સંકુલ પાસે ચાલતો દેહવ્યાપાર બંધ કરાવો

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘સ્થાનિક પોલીસ સાથે સેટિંગ છે, થાય તે કરી લ્યો’ તેવી ધમકી અપાઇ
  • ત્રસ્ત થયેલા સોસાયટીના રહેવાસીઓની આઇજી સમક્ષ ધા

માધાપર હાઇવે પર આવેલી એક હોટેલની પાછળ આવેલી સોસાયટીમાં એક સંસ્થાની નજીકમાં આવેલા ત્રણેક મકાનમાં દેહ વ્યાપાર ચાલતો હોવાથી ત્રસ્ત થયેલા રહેવાસીઓએ બદીને ડામવા માટે રેન્જ આઇજી સમક્ષ ધા નાખી છે, તો મહિલાને વારંવાર કહેતા તેણે સ્થાનિક પોલીસ સાથે સેટિંગ હોવાનું અને થાય તે કરી લેવાની ધમકી પણ આપી હોવાનો ઉલ્લેખ કરાયો છે.

સોસાયટીના રહેવાસીઓની સહીઓ સાથેનો એક પત્ર કલેકટર અને રેન્જ આઇજીને આપવામાં આવ્યો છે, જેમાં માધાપર હાઇવે પર આવેલી એક હોટેલની પાછળ આવેલી સોસાયટીમાં સંકુલની નજીક જુદા જુદા ત્રણ મકાનમાં મહિલા દ્વારા છેલ્લા કેટલાક સમયથી દેહવ્યાપારની બદી ચલાવાય છે. સોસાયટીના રહીશોએ વારંવાર કહેવા છતાં બંધ કરવાને બદલે ‘એક તો ચોરી, ઉપરસે સીના જોરી’ તેવો તાલ સર્જાયો હતો. મહિલાએ સ્થાનિક પોલીસ સાથે સેટિંગ હોવાનું અને થાય તે કરી લેવાની ધમકી આપી હતી. નજીકમાં ગર્લ્સ હોસ્ટેલ પણ આવેલી હોવાથી ત્યાંના રહીશો, યુવતીઓ અને છોકરાઓ પર ખોટી અસર પડે છે અને નવા નવા માણસો ત્યાં આવતા હોવાથી રહેવાસી મહિલાઓ પણ ડર અનુભવી રહી છે. વેશ્યાપ્રવૃત્તિ બંધ કરવા માટે તાત્કાલીક અસરથી પગલા લેવામાં આવે તેવી ચિમકી ભરી રજૂઆત કલેકટર, રેન્જ આઇજીને લેખિતમાં રહેવાસીઓએ કરી હતી.

સ્થાનિક રહેવાસીઓ ઘણી ફરિયાદો કરી પણ નક્કર કાર્યવાહી નહીં
માધાપર હાઇવે પર આવેલી હોટેલની પાછળની સોસાયટીના રહેવાસીઓએ અનેક લેખિતમાં અરજીરૂપે ફરિયાદો કરી છે છતાં કોઇપણ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પશ્ચિમ કચ્છ એસપી સૌરભ સીંઘ ગેરપ્રવૃત્તિઓને ડામવાની નેમ સાથે કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે ટુંક સમયમાં આ બદી ડામી દેવામાં આવશે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો