તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભૂમાફિયાનો પગદંડો:હજુ બન્નીમાં 51 હજાર એકર જમીન પર કબજો

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મિસરિયાડો, ભિરંડિયારામાં દબાણ હટાવ પાસેરામાં પુણી સમાન, ઘાસિયા મેદાનમાં વાડા બનાવી મોટાપાયે થતી ખેતી

એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાનમાં છેલ્લા લાંબા સમયથી વાડા બનાવીને ખેતી કરવામાં આવી રહી છે. મિસરિયાડો, ભિરંડિયારામાં દબાણ હટાવ એ પાસેરામાં પુણી સમાન છે હજુ બન્નીના 51 હજાર એકર વિસ્તારમાં દબાણ કરી ખેતી કરવામાં આવી રહી છે જે દુર કરવા માંગ ઉઠી રહી છે.ભુજ તાલુકાના બન્નીનો વિસ્તાર 2005-06માં જી.પી.એસ. સિસ્ટમથી થયેલા સરવે મુજબ 249674.45 હેક્ટર એટલે કે, 2497 ચોરસ કિ.મી. છે, જેમાં મોટાભાગના લોકો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એશિયાના સૌથી મોટા ઘાસિયા મેદાનના કારણે પશુપાલન પ્રવૃત્તિને વેગ મળ્યો છે.

જો કે, છેલ્લા લાંબા સમયથી આ વિસ્તારમાં મોટાપાયે દબાણ કરી ખેતી કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા શુક્રવારના ભિરંડિયારા, મિસરિયાડો સહિત વિસ્તારમાં 150 હેક્ટર જેટલા વિસ્તારમાં દબાણ દુર કરવામાં આવ્યું હતું, જે પાસેરામાં પુણી સમાન છે કારણ કે, હજુ બન્નીના અંદાજિત 51 હજાર એકર વિસ્તારમાં વાડા બનાવીને ખેતી કરવામાં આવી રહી છે, જે કયારે દુર થશે તેવા પ્રશ્નો સ્થાનિક માલધારીઓ દ્વારા ઉઠી રહ્યા છે. દબાણ હટાવ કામગીરી દરમ્યાન ગ્રામ્ય મામલતદાર બારહટ, ડી.આઇ.એલ.આર., વન વિભાગ, પોલીસ સ્ટાફ વગેરે હાજર રહ્યા હતા.

દબાણ હટાવ કામગીરી ચાલુ રહેશે, નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલમાં કેસ પેન્ડિંગ
આ અંગે ભુજના ગ્રામ્ય મામલતદાર વિવેક એચ. બારહટનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, બન્નીનો વિસ્તાર મોટો છે અને હજુ પણ દબાણ કરી ખેતી કરવામાં આવી રહી છે, જેથી સમયાંતરે તબક્કાવાર અતિક્રમણ દુર કરવાની ઝુંબેશ જારી રહેશે. આ મુદ્દો હજુ નેશનલ ગ્રીન ટ્રીબ્યૂનલમાં પેન્ડિંગ છે, જેનો આખરી ચુકાદો આવ્યો નથી. ટ્રીબ્યૂનલે હાલના તબક્કે કોઇ નવા દબાણ ન થાય તેની તકેદારી રાખવા આદેશ કર્યો છે અને આખરી હુકમ આવ્યા બાદ તે મુજબ વિશેષ કાર્યવાહી કરાશે.

50 ગામોના માલધારીઓએ આપી હતી ચિમકી
મિસરિયાડો પંથકમાં દબાણ મુદ્દે તંત્રને વખતો વખત રજૂઆતો છતાં દબાણ દુર ન કરાતાં બન્નીના 50 ગામોના માલધારીઓ ગાંધી ચિંધ્યા માર્ગે જશે અને રેલી સાથે કલેક્ટર કચેરીને ઘેરશે તેવી ચિમકી પણ ખુદ મિસરિયાડો જૂથ ગ્રામપંચાયતના સરપંચે કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા ઉચ્ચારી હતી.

મોટા માથાઓ સામે કાર્યવાહી કરાશે ?
તંત્ર દ્વારા ભિરંડિયારા, મિસરિયાડો પંથકમાં થયેલા દબાણો દુર કરાયા છે પરંતુ બન્નીના હજુ એવા ગામો કે, જયાં શિક્ષક, પોલીસ અને રાજકીય અગ્રણીઓ સહિતના મોટા માથાઓ દ્વારા દબાણ કરાયું છે. આ શખ્સો જે-તે ગામની સીમમાં દબાણ કરી મોટાપાયે વાવેતર કરે છે. પોતે માત્ર બિયારણ, ખેડ સહિતનો ખર્ચો કરતા હોય છે અને ત્રીજા કે, ચોથા ભાગે અન્ય વ્યક્તિને આપી દેતા હોય છે. નિદાંમણ, રખોપુ સહિતની મહેનતની જવાબદારી જે-તે ભાગીદારના શીરે રહે છે. આવા મોટા માથાઓ સામે કયારે કાર્યવાહી થશે તેવા પ્રશ્નો સ્થાનિક માલધારીઓ દ્વારા ઉઠી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો