તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાચબા ગતીએ તપાસ:તલાટીના ખોટા સિક્કાના કેસમાં ધરપકડ પર સ્ટે પણ તપાસ ધીમી

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં જાણ થતાં નોંધાઇ ફોજદારી

માધાપરમાં કાર્બન કંપની ઉભી કરવા માટે ડિસ્ટન્સ સર્ટિફિકેટ પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં રજુ થયા હતા, પણ ભુજ શહેર તલાટીના ખોટા સહી સિક્કાવાળા બોગસ સર્ટિફિકેટ રજુ થતા પાંચ માસ પૂર્વે ફોજદારી નોંધાઇ હતી. આરોપીને ધરપકડ ન થાય તે માટે સ્ટે મળી ગયો છે પણ આગળની તપાસ હજુય કાચબા ગતીએ થઇ રહી હોવાનું જણાયું છે.

ભુજોડીમાં રહેતા જીગરભાઇ મોહનભાઇ ધોળુએ માધાપરના ભરખ ભીખાલાલ વાઘેલા સામે ફોજદારી નોંધાવી હતી, બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીએ માધાપરના પ્લોટ પર કાર્બન કંપની ઉભી કરવા માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની કચેરીમાં ડિસ્ટન્સ સર્ટિફિકેટ રજૂ કર્યા હતા, જે સર્ટિફિકેટ ભુજ શહેર તલાટીના હતા તેમજ ખોટા સહી સિક્કાથી સરકારી દસ્તાવેજ બનાવી કચેરીમાં રજૂ કર્યા હતા.

આશાપુરા કાર્બન કંપનીને લેખિત જાણ કરતા તેમના વકીલ મારફતે કંપનીના કર્મચારી મારફતે સર્ટિફિકેટ મેળવ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. જે કેસમાં આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાંથી ધરપકડમાં સ્ટે લઇ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, આરોપીને ધરપકડ માટે કોર્ટમાંથી સ્ટે મળ્યું છે પણ તપાસમાં ઢિલાશ રાખવા માટે પોલીસ સાથે સાંઠગાંઠ કરી લેવાઇ છે જેથી બોગસ સહિ સિક્કા કયાંથી બનાવ્યા, બોગસ દસ્તાવેજો કયાંથી મેળવ્યા તે અંગે ફોડ પાડી શકાયું નથી. બી ડિવિઝન પીઆઇ એસ. બી. વસાવાએ જણાવ્યું હતું કે, ફરિયાદ નોંધાયા બાદ આરોપી ધરપકડ પર સ્ટે જે તે સમયે લઇ આવ્યા હોવાથી ધરપકડ થઇ શકે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો