ભાસ્કર એક્સક્લૂઝિવ:ભુજમાં આંકડાકીય રૂપ ‘છૂપરેખા’: ચાલુ વર્ષની બુકલેટમાં કોરોનાનો કક્કો ભૂંસાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માનવસર્જિત છબરડો : ચાલુ વર્ષે માત્ર ટીબીથી થયેલા 95 મોતનો જ ઉલ્લેખ કરાયો
  • વર્ષ 2020-21 માં 31મી માર્ચની સ્થિતિએ જિલ્લામાં સતાવાર રીતે કોવિડથી 81 દર્દી મોતને ભેટયા, પણ એકપણ બતાવાયું નહીં

કચ્છમાં કોરોના કેસ અને મોતના આંકડાની વિગતો છુપાવાતી હોવાનું જગજાહેર થઈ ચૂક્યું છે. કોરોના કાળમાં લોકોને સાચી માહિતીની જરૂરિયાત છે પણ જિલ્લા પંચાયતે હજી એક વખત આ માહિતી છુપાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે આ વખતે તો કોરોનાનો કક્કો જ કાઢી નખાયો છે. જિલ્લા પંચાયત દ્વારા નાણાકીય વર્ષના અંતમાં તમામ માહિતીઓ સાથે બુકલેટ તૈયાર કરવામાં આવે છે.

જેમાં શિક્ષણ,આરોગ્ય સહિત તમામ સરકારી વિભાગોની વર્ષ દરમિયાનની પ્રવુતિ અને જિલ્લા,તાલુકા,શહેરો અને ગ્રામીણ વિસ્તારોની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવે છે આંકડાકીય માહિતી આગામી વર્ષો તેમજ સરખામણી માટે ઘણો મહત્વનો દસ્તાવેજ છે જેથી તાજેતરમાં જુલાઈ માસમાં જ વર્ષ 2020-21 માટેની બુકલેટ જિલ્લા આંકડા અધિકારી દ્વારા તૈયાર કરાઇ છે જોકે તેમાં માનવસર્જિત મોટો છબરડો સામે આવ્યો છે.

જિ.માં મહત્વના કારણોથી મૃત્યુની સંખ્યા
બીમારી19-2020-21
કોલેરા10
ટાઇફોઇડ-00
મેલેરિયા
ટીબી3395
તાવ30
મરડો-10
ડાયેરિયા
અસ્થમા290
અકસ્માત1310
હાર્ટ એટેક1070
ઇજા490
અન્ય રોગ750
ન દર્શાવેલ-280
રોગ
ઘડપણ2990
કેન્સર520
કુલ80895

જિલ્લા વિકાસ અધિકારીએ ભુલ સ્વીકારી, નવી બુકલેટમાં સુધારો કરવાની બાંયધરી આપી
જિલ્લા પંચાયત દ્વારા જાહેર કરાયેલી વર્ષ-2020-21ની વર્તમાન આંકડાકીય બુકલેટમાં સામે આવેલી માનવસર્જિત ભૂલ વિશે જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માને ટેલિફોનિક જાણ કરતા પ્રથમ તેમણે તપાસ કરાવવાનું જણાવ્યું હતું. બાદમાં તેમનો સંપર્ક કરતા ડીડીઓએ કહ્યું કે, ગત વર્ષની બુકલેટના આધારે કોપી પેસ્ટ થઇ જતા આ ભુલ થઇ હોવાનું તપાસમા ખુલ્યું છે. આ વર્ષની નવી બુકલેટ બનાવામાં આવશે, ત્યારે કોવિડ બિમારીને તેમાં અગ્રતા અપાશે.