તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Statistical Confusion For Narmada In Kutch, In Fact Many Canal Works Are Incomplete, Demand For Immediate Completion Of Plan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ નર્મદા જળ અભિયાન પર આક્ષેપો:કચ્છમાં નર્મદા માટે આંકડાની ભ્રમજાળ, વાસ્તવમાં કેનાલના અનેક કામો અધૂરાં, તાત્કાલિક યોજના સંપન્ન કરવા માગ

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છમાં નર્મદાના પાણી અને તેના કામોની પૂર્તતા વિશે સરકાર દ્વારા જે ચિત્ર દર્શાવાઇ રહ્યું છે તે ભ્રામક છે. વાસ્તવમાં જીવાદોરી સમાન આ યોજનાના અનેક કામો બાકી છે અને વધારાના પાણી માટે તો વહીવટી મંજૂરી જ મળી નથી તેવો આક્ષેપ કચ્છ નર્મદા જળ અભિયાને કર્યા છે. નર્મદા મુદ્દે હવે લોકો પણ આગળ આવે તેવો અનુરોધ સંસ્થા દ્વારા કરાયો છે. ​​​​​​​નર્મદાનું હવે 10 ટકા જેટલું જ કામ બાકી છે તેવો દાવો સરકાર કરી રહી છે જ્યારે હકીકત એ છે કે કચ્છ બ્રાંચ કેનાલના મોડકુવા સુધી કામ પૂરું થવાથી એ પ્રોજેકટ પૂરો થઈ જતો નથી. બ્રાંચ કેનાલ, સબબ્રાંચ કેનાલ, માઈનોર, સબમાઈનોર વગેરેના કામ તો હજી મોટા ભાગના બાકી છે. 2.85 લાખ એકર જમીનમાં નર્મદા નિગમે સિચાઈ માટે પાણી હોંચાડવાના હતા ત્યાં આજે એક પણ એકરમાં પાણી હોચાડાયું નથી.

કચ્છને વર્ષ 2006માં તત્કાલીન મુખ્યમંત્રી દ્વારા વધારાના 1 મીલિયન એકર ફીટ પાણી ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી. જે તે સમયે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રને પણ વધારાના પાણી આપવા નિર્ણય લેવાયો હતો. ઉત્તર ગુજરાતમાં યોજના પરિપૂર્ણ થઇ ગઇ છે અને સૌરાષ્ટ્રમાં પૂર્ણતાના આરે છે પણ કચ્છના કમનસીબે 14 વર્ષ બાદ પણ ગુજરાત સરકારે આ યોજનાની વહીવટી મંજૂરી કોઈ ગૂઢ કારણોસર અપાઇ નથી. છેલ્લા 4 મહિનાથી સૈદ્ધાંતિક મંજૂરીની વાતો સંભળાય છે જે અસ્થાને છે તેમ કચ્છ નર્મદા જળ અભિયાનના મહામંત્રી અશોક મહેતાએ જણાવ્યું હતું. આ પ્રાણ પ્રશ્ને ભારતીય કિસાન સંઘ અને નર્મદા જળ અભિયાન આગળ વધી રહ્યા છે જેને કચ્છના લોકો પણ સહકાર આપે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

પીવાનું પાણી કચ્છ કેનાલમાંથી નથી અપાતું
કચ્છના ધારાસભ્યે જણાવ્યું છે કે 357 કિ.મી.લાંબી કચ્છ બ્રાંચ કેનાલમાંથી 336 કિ.મી.લંબાઈની કેનાલના કામ પૂર્ણ થઈ ગયા છે અને તેના કારણે કચ્છના 877 ગામ અને 14 શહેરને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. હકીકતમાં પીવાનું પાણી માળિયા બ્રાંચમાંથી જોડવામાં આવેલા પાઈપ લાઈન દ્વારા કચ્છમાં આવી રહ્યાં છે. કચ્છ કેનાલમાંથી નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો