સ્વાગત:ત્રિરંગા સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં સામેલા થવા પહોંચેલા રાજ્યના ગૃહમંત્રીનું ભુજ એરપોર્ટ ખાતે સ્વાગત કરાયું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરહદના જવાનો સાથે દિવાળી ઉજવશે

આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ધોરડો ખાતેના રણ ઉત્સવમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર ત્રિરંગા સાંસ્કૃતિક કાર્યક્રમ અન્વયે કચ્છના પ્રવાસે છે. તેમનું ભુજ એરપોર્ટ ખાતે આગમન થયું ત્યારે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

આ તકે તમેની સાથે ભુજ નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કર, ભુજ એપીએમસી પ્રમુખ કેશુભાઈ પટેલ, ભુજના અન્ય અગ્રણીઓ, બોર્ડર રેન્જ આઇજી જે આર. મોથલિયા, ક્લેક્ટર પ્રવિણા ડી કે., પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી હનુમંતસિંહ જાડેજા, નખત્રાણા પ્રાંત અધિકારી મેહુલ બરાસરા, નાયબ પોલીસ અધિક્ષક પંચાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...