માંગ:રાજ્ય સરકારના કર્મચારીઓ 6 માસથી ત્રણ ટકા મોંઘવારી વધારાથી વંચિત

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રા. શિક્ષક સમાજ દ્વારા કેન્દ્રના ધોરણે સત્વરે મોંઘવારી વધારો જાહેર કરવા માંગ

કેન્દ્ર સરકારે કર્મચારીઓને મળતા 28 ટકા મોંઘવારી ભથ્થામાં જુલાઈ 21ની અસરથી 3 ટકાનો વધારો જાહેર કર્યાે છે. જેને લાંબો સમય થઈ ગયો છે. અામ છતાં ગુજરાત સરકાર દ્વારા હજુ પણ તેના કર્મચારીઓ માટે મોંઘવારી વધારાની જાહેરાત ન કરાઈ નથી, જેથી કર્મચારીઓમાં નારાજગી વ્યાપી છે.કેન્દ્ર સરકારના કર્મચારીઓને જુલાઈ 2021ની અસરથી બેજીક પગાર પર હાલ 31 ટકા મોંઘવારી ભથ્થું મળે છે. રાજ્ય સરકારના કર્મચારીઓને હજુ પણ 28 ટકા મોંઘવારી ભથ્થું મળે છે.

કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, મંત્રી કેરણા આહીર, રાજ્યસંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, મંત્રી વિલાસબા જાડેજા વગેરે દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈને અલગ અલગ પત્રો લખ્યા છે, જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ કેન્દ્રના ધોરણે 3 ટકા મોંઘવારી વધારો સત્વરે જાહેર કરવા માંગ કરાઈ છે. હાલ પેટ્રોલ, ડીઝલ, ગેસ, તેલ, કઠોડ, શાકભાજી સહિતની આવશ્યક જીવનજરૂરી ચીજવસ્તુઓમાં ભાવવધારાના કારણે રાજ્ય સરકારના કર્મચારીઓની આર્થિક પરિસ્થિતિ વિકટ છે.

ત્યારે રાજ્ય સરકાર પણ તેના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી વધારાનો સત્વરે લાભ આપે અને જુલાઈ થી ડિસેમ્બર 2021 સુધીના 6 મહિનાના મોંઘવારી વધારાનું એરિયર્સ રોકડમાં એક સાથે ચૂકવે એવી માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે 7મા પગારપંચનો અમલ કર્યો તેને 6 વર્ષ થવા આવ્યા છે. પરંતુ, રાજ્ય સરકારના કર્મચારીઓને ઘરભાડાં તથા મેડિકલ જેવા ભથ્થાઓ હજુ પણ 6ઠ્ઠા પગારપંચ મુજબ મળે છે ત્યારે આ ભથ્થાઓ પણ 7મા પગારપંચ મુજબ મળે તેવી શિક્ષક સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે. અેવું જિલ્લા સંઘના કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા તથા ખજાનચી ધર્મેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...