ગુજરાત રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે 7મી અોગસ્ટે પરિપત્ર બહાર પાડી જણાવ્યું છે કે, ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ-236(1) અને (2) રદ કરવામાં અાવેલ છે. જે મુજબ તમામ જિલ્લાની જિલ્લા પંચાયત સેવા પસંદગી સમિતિની જોગવાઈ રદ કરવામાં અાવી છે. અામ, હવે કર્મચારીને કોઈપણ શિક્ષા કરતા પહેલા શિસ્તપાલન સત્તાધિકારીઅે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સલાહ લેવાની જોગવાઈ કરાઈ છે.
કર્મચાીઅોને સમયશ્રેણીની નીચલી જગા અથવા સમયશ્રેણીની નીચલી જગા ઉપર ઉતારવા સહિત પયારી-ઉતાર, ફરજિયાત નિવૃત્તિ, સેવામાંથી રૂખસદ, જે ભાવિ નોકરી માટે ગેરલાયક ઠરાવશે નહીં, સેવામાંથી બરતરફી, જે ભાવિ નોકરી માટે સામાન્ય રીતે ગેરલાયક ગણાશે, પેન્શનમાં ઘટાડો સહિતના તમામ હેતુ માટે મંડળની સલાહ માટે મોકલવામાં અાવતી દરખાસ્ત મોકલવામાં અેકસૂત્રતા જળવાઈ રહે અને બિનજરૂરી પૂર્તતા, પત્ર વ્યવહાર ટાળવા માટે અાવી દરખાસ્ત સાથે મોકલવાની થતી અનુક્રમણિકા, ચેકલીસ્ટ અને પત્રકના નમૂના પણ ઠરાવાયા છે.
ગુજરાત પંચાયત સેવા શિસ્ત અને અપીલ નિયમો 1997ની જોગવાઈ અનુસાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સલાહની નકલ શિક્ષાના અાખરી હુકમની સાથે અાક્ષેપિતને પૂરી પાડવાની હોય છે. શિસ્ત પાલન અધિકારી દ્વારા કરવામાં અાવેલ શિક્ષાની દરખાસ્ત સાથે મંડળ સહમત હોય તો તે કિસ્સામાં અા પદ્ધતિ બરાબર છે. પરંતુ, અાક્ષેપિતને કરવાની થતી શિક્ષાનો નિર્ણય મંડળની સલાહ પર અાધારિત હોય તો મંડળની સલાહની નકલ અાક્ષેપિત કર્મચારીને પૂરી પાડીને, મંડળની સલાહ પરત્વે રજુઅાત કરવા માટે અાક્ષેપિતને પંદર દિવસનો સમય અાપવાનો રહે છે. શિક્ષાના હુકમો કરતા પહેલા શિસ્ત અધિકારીને અન્ય બાબતોની સાથે સાથે અાક્ષેપિત કર્મચારીની રજુઅાતો પણ ધ્યાને લેવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.