એક સમયે ભુજને મુંબઇથી જોડતી દૈનિક ત્રણ વિમાની સેવા હતી તેની સામે હાલે સપ્તાહમાં માત્ર ત્રણ એટીઆર વિમાન ઉડાન ભરે છે. કચ્છનો મુંબઇ અને વિદેશ સાથે બહોળો વ્યવહાર હોતાં દૈનિક ઓછામાં ઓછી બે હવાઇ સેવા આપવામાં આવે તેવો પત્ર કચ્છના મહારાણી પ્રીતિદેવીએ એર ઇન્ડિયાને હસ્તગત કરનારા ખુદ રતન ટાટાને પાઠવ્યો છે.
કચ્છના લોકો અને વિદેશમાં સ્થાયી થયેલા લોકોની લાગણીને ધ્યાનમાં લઇને પાઠવાયેલા પત્રમાં જણાવાયું હતું કે, એક સમયે ઇન્ડિયન એરલાઇન્સ અને જેટ એરવેઝના મળીને દૈનિક ત્રણ વિમાન ભુજથી મુંબઇ માટે ઉડાન ભરતા હતા. થોડા સમય માટે દિલ્હીની વિમાની સેવા પણ શરૂ કરાઇ હતી. લાંબા સમયથી આ સુવિધા બંધ કરી દેવામાં આવી છે અને હાલે અઠવાડિયામાં ત્રણવાર એટીઆર ફ્લાઇટની સેવા મળે છે. સદ્દનસીબે કંડલાનું વિમાની મથક અલગ અલગ વિમાની સેવાઓથી ધમધમે છે પણ ભુજની કોઇ કારણોસર ઉપેક્ષા કરાઇ રહી છે.
જેઆરડી ટાટાએ વાયા ભુજ કરાચી ઉડાન ભર્યું હતું
ટાટા જૂથ દ્વારા એર ઇન્ડિયાનું સંચાલન થતું હતું તે સમયને પત્રમાં વાગોળતાં મહારાણી દ્વારા જણાવાયું હતું કે, ખુદ જેઆરડી ટાટાએ પણ મુંબઇથી કરાચી વાયા ભુજના વિમાનમાં ઉડાન ભરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.