તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:રાજ્યના જૈન તીર્થોને સાંકળતી ST સેવા તાત્કાલિક શરૂ કરો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૈન સેના દ્વારા એસ.ટી.ના વિભાગીય નિયામકને રજૂઆત

ભુજને રાજ્યના પ્રસિધ્ધ જૈન તીર્થ સ્થાનકો સાથે સાંકળતી અેસ.ટી. સેવા સત્વરે શરૂ કરવા માંગ ઉઠી છે. જૈન સમાજના તીર્થસ્થાનો રાજ્યભરમાં અાવેલા છે. કચ્છમાં જૈનોની વસતી 40 હજાર જેટલી હશે અને સમાજના લોકો અવાર-નવાર જૈન તીર્થોની યાત્રા, દર્શન માટે જતા હોય છે, જે માટે અગાઉ અેસ.ટી.ની સેવા મળી રહેતી હતી. જો કે, છેલ્લા લાંબા સમયથી પ્રખ્યાત તીર્થસ્થાનો જેવા કે, પાલીતાણા, શંખેશ્વર માટે કચ્છ અેસ.ટી. વિભાગ દ્વારા સેવા બંધ કરી દેવાઇ છે, જેથી ભુજથી પાલીતાણા, શંખેશ્વર જવામાં મુશ્કેલી પડે છે.

સરકાર અેક તરફ તીર્થસ્થાનોને પ્રવાસન ક્ષેત્રે વિકસાવી રહી છે ત્યારે બીજી તરફ ત્યાં જવા માટે અેસ.ટી.ની સેવા બંધ કરી નાખવી યોગ્ય ન કહેવાય. કચ્છના જૈન સમાજ માટે ભુજથી શંખેશ્વર અને ભુજથી પાલીતાણા અેસ.ટી. બસ સેવા ફરીથી શરૂ કરવા જૈન સેનાના શીતલ સી. શાહ, બિપિન શાહ, રાહુલ મહેતા, અમીષ મહેતા, હર્ષ શાહ, જીગર શાહ, રાજન અેલ. મહેતા, મિલન મહેતા, બંટી મહેતા વગેરેઅે અેસ.ટી.ના વિભાગીય નિયામકને રજૂઅાત કરી છે અને જો અેક માસમાં અા સેવા શરૂ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...