તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:જી.કે.માં કોરોનાને નાથવા બીજો ડોઝ ‘બુસ્ટર સોટ’ આપવાનો પ્રારંભ

ભુજ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • જી.કે.માં કોરોનાને નાથવા બીજો ડોઝ ‘બુસ્ટર સોટ’ આપવાનો પ્રારંભ

જી.કે.જનરલ હોસ્પિટલમાં ફ્રન્ટલાઇન અધિકારી-કર્મચારી અને આરોગ્ય સાથે જોડાયેલા હેલ્થકેર સ્ટાફને બીજા ડોઝની રસી આપવાનો પ્રારંભ થયો છે. વેકસીનેશન માટે નિર્ધારિત જગ્યાની અનુકૂળતા અને સગવડનું નિરીક્ષણ કરવા આવેલા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જે.ઑ.માઢક અને સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે વ્યવસ્થાનું સંકલન કરી જણાવ્યુ હતું કે, જેમણે પ્રથમ ડોઝ લીધો હોય તેમને બીજો ડોઝ અપાશે. પ્રથમ ડોઝ લેનારની ડેટા એન્ટ્રી પણ થઈ ગઈ છે. અને તેમને મેસેજ પણ કરી દેવામાં આવે છે.

કચ્છમાં જી.કે.ની સાથેસાથે ભચાઉ, નલિયા, ગાંધીધામ, માંડવીમાં પણ બીજા ડોઝનું રસીકરણ સરકારી હોસ્પિટલમાં હાથ ધરાયું છે. જી.કે.માં રસી આપવાની કામગીરી મેડિકલ એડમીન ભૂમિ ક્ટ્ટારા, આસી. નર્સિંગ સુપ્રિ. ઉર્મિ ખાંડેકા,વેકસીનેટર શિલ્પા મારવાડા અને કાજલ ગુંસાઈ તથા સહયોગી સ્ટાફ તરીકે દીપક આંઠુ અને ઓપરેટર કીર્તન સોની છે.

વેક્સિનના બંને ડોઝ લેવા જરૂરી
કોરોના વિરુધ્ધ મોટાભાગની વેક્સિન બે ડોઝને ધ્યાનમાં રાખી ડિઝાઇન કરાઇ છે પહેલો ડોઝ વાયરસના હુમલાને ઓળખવા શરીરને તૈયાર કરે છે. તથા શરીરમાં રોગપ્રતિકારક પધ્ધતિને તૈયાર કરે છે. આ સિસ્ટમથી બીમારીઓ વિરુધ્ધ શરીરને રક્ષણ મળે છે. બીજા ડોઝને બુસ્ટર સોટ કહે છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જેથી બંને ડોઝ લેવા જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો