વિરોધ:પડતર માગણીઓ મુદ્દે ST કર્મીઓ આજે મધરાતથી હડતાળ પર જશે

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઊતરશે
  • કર્મચારીઓ​​​​​​​ 8 હજાર બસો થંભાવી દેવા મક્કમ

ગુજરાત એસટી નિગમના કર્મચારીઓની અનેક પડતર માગણીઓનો લાંબા સમયથી ઉકેલ ન આવતા નિગમના ત્રણેય માન્ય યુનિયનની સંકલન સમિતિ દ્વારા હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે 21 ઓક્ટોબરથી એટલે કે બુધવારે મધરાતે 12 વાગ્યાથી નિગમના તમામ કર્મચારીઓ માસ સીએલ પર ઊતરી જશે.

બુધવારે સરકાર તરફથી કર્મચારીઓના હિતમાં સકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો રાતે 12 વાગ્યા બાદ રાજ્યની તમામ 8 હજાર બસોના પૈડા થંભી જશે. ઉલ્લેખનીય છે કે, નિગમના 35 હજાર જેટલા કર્મચારીઓએ અગાઉથી જ માસ સીએલ માટે ઉચ્ચ અધિકારીઓને રજા રિપોર્ટ સબમિટ કરી દીધો છે.

કર્મચારીઓ પડતર પ્રશ્નો મુદ્દે લાંબા સમયથી રજૂઆત કરી રહ્યા છે, પરંતુ સરકાર તરફથી યોગ્ય પ્રતિભાવ ન મળતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે સંકલન સમિતિના સભ્યોની બેઠક પણ મળી હતી, જેમાં સરકારને બુધવારે મધરાત સુધીની મુદ્દત આપી છે.સંકલન સમિતિના સભ્યોએ જણાવ્યું હતું કે, તેઓ નાણાં મંત્રીને મળવા ગયા હતા, પરંતુ તેમણે ઉડાઉ જવાબ આપતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...