નિર્ણય:આજથી કચ્છને સુરતથી સાંકળતી એસટી દોડશે, કોરોનાના લીધે રૂટ બંધ કરાયો હતો

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં એસ.ટી.ની ભુજથી સુરત અને રાપરથી સુરત એમ બે બસો દોડે છે. પરંતુ, સુરતમાં કોરોના કાબૂ બહાર થયા બાદ તમામ સિડ્યુઅલ રદ કરી દેવાયા હતા, જેમાં કચ્છથી ઉપડતી બંને એસ.ટી. બસોના પૈડા પણ થંભી ગયા હતા. જે આજથી પુન: દોડશે.સુરત એસ. ટી. વિભાગીય નિયામક સંજય જોશીએ મેસેજ વહેતા કર્યા હતા કે, ઉચ્ચ સંચાલન કક્ષાએથી મળેલી ટેલિફોનિક સૂચનાઓ મુજબ શનિવારથી સુરતનું નિયમિત જી.એસ.આર.ટી.સી. ઓપરેશન શરૂ થવાનું છે. જે બાદ કચ્છ એસ.ટી. વિભાગીય નિયામક મહાજનને પૂછતા તેમણે પણ જણાવ્યું હતું કે, ભુજ અને રાપરથી સુરત આવતી જતી એસ.ટી.ની બસો શનિવારથી પુન:નિયમિત થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...