હાલાકી:ગ્રામ્ય વિસ્તારોની સાંકળતી ST બસ કોરોના સુપર સ્પ્રેડર

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અાંખ અાડા કાન કરવાની વૃતિ ખતરાનાક

કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં અેસ.ટી. બસ જ કોરોના સુપર સ્પ્રેડર બને અેવી દહેશત છે. કેમ કે, માસ્ક વિના અને સોશિયડ ડિસ્ટન્સ ન જાળવતા મુસાફરો સંક્રમણનું કારણ બની રહ્યા છે. લોક ડાઉન અનલોક કર્યા બાદ અેસ.ટી. બસ અને ખાનગી વાહનોને મુસાફરોના વહન માટે શરતી છૂટછાટ મળી છે. પરંતુ, શરતો અને નિયમોનું પાલન થતું નથી. દ્વિચક્રી વાહનો પર જતા ચાલકોને માસ્ક વિના જોઈ દંડ ફટકારાય છે.

પરંતુ, ખાનગી લકઝરી, જીપ, છકડા જેવા વાહનોમાં માસ્ક વિના બેઠેલા મુસાફરો તંત્રને દેખાતા જ નથી. ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં તો નિયમોનો ભંગ કરી બેફામ મુસાફરોની હેરફેર થઈ રહી છે. ટ્રાફિક પોલીસ, અાર.ટી.અો. તો ઠીક પણ અારોગ્ય તંત્ર પણ ચેકિંગ પ્રત્યે બેદરકાર થઈ ગયું છે. પરંતુ, સરકારી સાહસ અેવા અેસ.ટી. નિગમની બસોમાં પણ કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થઈ રહ્યો છે.

ઝાડી ઝાંખરામાં દારૂના વેપલા અટકાવી ન શકતી સ્થાનિક પોલીસને બારાતું પોલીસ લપડાક મારી જાય છે અેમ કોરોનાની ગાઈડ લાઈનમાં પણ સંબંધિત સ્થાનિક તંત્રને બારાતું તંત્ર લપડાક મારશે ત્યારે જાગશે કે શું જાગૃતોમાં અેવી ચર્ચા થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...