તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નખત્રાણાના રતડીયા ફાટક પાસે એસટી બસ અને ટ્રક અથડાયા, 2ના ઘટનાસ્થળે મોત, 6 ઘાયલ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હિંમતનગર માતાનામઢ બસ અને ટ્રક વચ્ચે સવારે 4 વાગ્યે અકસ્માત થયો

નખત્રાણા તાલુકાના રતડીયા ફાટક પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે આજે વહેલી પરોઢે 4 વાગ્યાના અરસામાં જોરદાર ટક્કર થતા ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એસટી બસના ડ્રાઇવર અને ટ્રક ક્લિનરના ઘટનાસ્થળેજ કમકમાટી ભર્યા કરુણ મોત નીપજ્યાં હતા, જયારે બસમાં સવાર 6 જેટલા મુસાફરોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ રાધનપુર એસટી ડેપોની હિમતનગર માતાનામઢ રૂટની બસ ન.જીજે 18 Z 6654 નખત્રાણા પસાર કર્યા બાદ આગળ તરફ ધપી રહી હતી ત્યારે વહેલી પરોઢે 4 વાગ્યાની આસપાસ સામેથી આવી રહેલી ટ્રક ન. જીજે12 AZ 1274સાથે ધડાકાભેર અથડાઈ પડી હતી. અકસ્માતના પગલે બસમાં સવાર મુસાફરોની ચિચિયારીથી ભૂજ લખપત ધોરીમાર્ગ દ્રવી ઉઠ્યો હતો. પસાર થતા વાહન ચાલકો અને આસપાસના લોકો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. ઘાયલોને 108 મારફત નખત્રાણા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હોવાનું લખનભાઈ દેસાઈએ જણાવ્યું હતું.

અસકામતનો ભોગ બનનાર એસટી બસના ડ્રાઇવર જસવંતસિંજ કેશરીસિંહ ઝાલા ઉવ. 37 અને ટ્રકના કલિનર પબા હમીર રબારી ઉવ. 20ના મૃત્યુ નીપજ્યાં હતા. એવું નખત્રાણા સામુહિક આરોગ્ય કેન્દ્રના ડો. પાડયએ કહ્યું હતું. જ્યારે એસટી બસના મુસાફરોને ઓછીવતી ઇજાના કારણે સારવાર બાદ રજા આપી દેવાયાનું નખત્રાણા એસટી ડેપો મેનેજર એચ. આર. સામરાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...