• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Speed Wires Blown In Kutch, Hurricane Is Not Likely At Present, Same Air Due To Circulation Created In Rajasthan, Speed Will Decrease After Two Days

હવામાન:કચ્છમાં વેગીલો વાયરો ફૂંકાયો, વાવાઝોડાની હાલે સંભાવના નથી, રાજસ્થાનમાં સર્જાયેલા સર્ક્યૂલેશનથી તેજ હવા, બે દિવસ બાદ ઝડપ ઘટશે

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે કચ્છમાં પણ વાવાઝોડું ફુંકાશે તેવી આગાહી કરવામા આવી છે પણ સ્થાનિક હવામાન વિભાગે માત્ર વેગીલો વાયરો ફુંકાશે તેમ જણાવતાં વાવાઝોડાની સંભાવના હાલના તબક્કે નહિવત છે તેમ જણાવ્યું છે. જોકે કંડલા પોર્ટ પર સલામતીના ભાગ રૂપે એક નંબરનું સિગ્નલ  લગાવાયું હતું. રાજસ્થાનમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યૂલેશનને પગલે કચ્છમાં સરેરાશ 15 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઇ રહ્યો છે. તો કેટલાક વિસ્તારમાં તેની ગતિ વધી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે ભુજ હવામાન કચેરીના પ્રભારી રાકેશકુમારનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, રાજસ્થાનના સર્ક્યૂલેશનથી વેગીલો વાયરો ફુંકાઇ રહ્યો છે જેનું જોર બે દિવસ બાદ ઘટી જશે તેની સાથે પવનની ગતિ પણ મંદ પડી જશે. વાવાઝોડા બાબતે કોઇ ઓફીશિયલ સુચના મળી નથી તેમ કહેતાં તેમણે હાલે તો વાવાઝોડાની કોઇ સંભાવના દેખાઇ નથી રહી તેમ  ઉમેર્યું હતું. દરમિયાન ભુજમાં મહત્તમ તાપમાન 37.4, નલિયા 35, કંડલા 38.3 અને કંડલા એરપોર્ટ ખાતે 39.4 ડિગ્રી નોંધાયું હતું.

કંડલા પોર્ટે એક નંબરનું સિગ્નલ   
વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે. દીન દયાળ પોર્ટમાં આજે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. જેમાં હવાની સ્પીડ સામાન્ય રીતે 25 કિમીની હોય તેને બદલે 40 કિમીની થશે તેવું અનુમાન છે. પોર્ટ પ્રવકતા ઓમપ્રકાશ દાદલાણીના જણાવ્યા મુજબ દીન દયાળ પોર્ટનો ઇન્ટરનલ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. હાલ પરીસ્થિતિમાં કોઇ ફેરફાર નથી. જ્યારે બીજી બાજુ સૂત્રોના દાવા મુજબ પાણીના મોજામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં તેમાં વધુ તિવ્રતા થાય તેવી શક્યતા પણ છે.

અન્ય સમાચારો પણ છે...