તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્સાઇડ એજ:IPL મેચોનો ધમધમમાટ પણ ભુજમાં સટ્ટોડિયાઓની ઓફિસ બંધ !

ભુજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • કરોડોનો કાળો કારોબાર ચાલુ રાખવા બુકીઓએ શોધ્યો નવો રસ્તો
 • લેપટોપ અને મોબાઈલ પર અજ્ઞાત સ્થળેથી રમાય છે સટ્ટા
 • કચ્છમાં સટ્ટાનું નેટવર્ક શહેરોથી લઇને નાના-મોટા ગામડાઓ સુધી પ્રસરેલું

આઇપીએલ મેચો ચાલી રહી છે, ક્રિકેટ શોખીનો ટીવી પર મેચને નિહાળી આનંદ લે છે, પરંતુ તેમને અંદાજ પણ ન હોય કે આ દેખીતી સીધી સાદી લાગતી રમત પાછળ ખૂબ જ મોટો સટ્ટો રમાય છે. અબજો રૂપિયાની હારજીત એક એક મેચ પાછળ થાય છે. સુ-વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ નેટવર્ક કચ્છના રાપર, ગાંધીધામ, ભુજ, માનકુવા કે છેવાડાના ગામ સુધી પથરાયેલું છે. જે આમ જનતા સિવાય દરેકને ખ્યાલ છે. મતલબ કે, ઊચ્ચ અધિકારીઓ, રાજકારણીઓ, પોલીસ વિભાગ વગેરે જાણે છે કે, ક્યાં કેટલા સોદા પડે છે.

ભુજની વાત કરીએ તો અહીં પણ લાખોનો સટ્ટો દરરોજ રમાય છે. અંત સુધી કઈ ટીમ જીતશે તેના પર ભાવ નીકળે છે અને લાખોની રકમ આમથી તેમ થાય છે. ભુજમાં સટ્ટાનું નેટવર્ક વ્યવસ્થિત ગોઠવેલું છે. હા, એટલું ખરું કે, પ્રમાણિક પોલીસ વડા સુધી સેક્શન ગોઠવી ન શકાયું હોવાથી સટ્ટોડિયાઓ સ્થળ બદલાવતા ફરે છે.

સૂત્રોનું માનીએ તો ભુજ અને માધાપરના વીસથી વધુ સટ્ટોડિયાઓ છે કે, જેમની પોતાની ઓફિસ છે, અને ત્યાંથી જ બધો વેપાર થતો. પરંતુ ગત મહિને એન્ટિલિયા કેસમાં મુંબઈથી પકડાયેલા નરેશ ગોરનો રેલો ભુજ સુધી પહોંચ્યો. અમદાવાદ અને મહારાષ્ટ્ર ક્રાઇમ બ્રાન્ચ તપાસ ભુજ સુધી કરતા અહીંના બુકીઓના મુંબઈ અને અમદાવાદ સ્થિત આકાઓ દ્વારા સંભાળીને ધંધો કરવા સૂચન કર્યું.

એટલું જ નહિ, સ્થાનિક પોલીસ સાથે કોઈ ગોઠવણ થઈ જાય તો પણ બહારથી રેઇડ પડે તો, સતર્ક રહેવું. જેના ઉપાયરૂપે બધા બુકીઓ લેપટોપ અને મોબાઈલ પર અલગ અલગ જગ્યાએથી સટ્ટો રમાડે છે. તેમની ઓફિસ સાંજે આઇપીએલ મેચ શરૂ થવા અગાઉ બંધ થઈ જાય છે. સાંજના ચાર કલાકના સમયમાં જ લાખોનો વેપાર કરે છે. જો કે, કદાચ પોલીસ વડાને ખ્યાલ નહિ હોય, પણ નીચેના સ્ટાફને ખબર ન હોય તે વાત માની શકાય તેમ નથી.

આ છે ભુજ અને માધાપરમાં બુકીઓના ઠેકાણાં, પોલીસ તપાસ કરે તો ભાંડા ફૂટે
બે રોકટોક સટ્ટા રમાડતા સટ્ટોડિયા બધું જ ગોઠવણ કરીને ગત વર્ષ સુધી તેના કાયમી એડ્રેસ પરથી ધંધો કરતા. પરંતુ ગત આઇપીએલ સીઝન દરમિયાન પોલીસે કડક હાથે કામ લેતા હવે રોમીંગ રમાડતા થઈ ગયા છે. જે ઓફિસ ધરાવે છે, તે પ્રમુખ સ્વામી નગર, સંજોગ નગર, ભાનુશાલી નગર, હંગામી આવાસ, માધાપર સ્વામિનારાયણ નગર, જુનોવાસ, નવોવાસ અને છઠ્ઠી બારી રિંગ રોડ. આ બધી જગ્યા હાલ.પૂરતી સટ્ટા બેટિંગ માટે નથી વપરાતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો