તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકારણ:ભુજ નગરપાલિકાની સામાન્ય સભા પહેલા સંભવિત ચેરપર્સનની અટકળો

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમિતિ વિહોણા કારોબારી ચેરમેનને મળશે સાથી સભ્યો
  • સુધરાઈની વિવિધ 13 સમિતિઅોની રચના માટે વ્યાયામ શરૂ કરાયો

ભુજ નગરપાલિકાની સોમવારે સામાન્ય સભા મળવાની છે, જેમાં કારોબારી સહિતની સમિતિઅોની રચના થવાની છે, જેથી લાંબા સમયથી સમિતિ વિહોણા ચેરમેનને સદસ્યો મળશે. બીજી બાજુ વિવિધ સમિતિઅોના ચરપર્સન બનવા મહત્ત્વાકાંક્ષીઅોઅે અગાઉથી કરેલા દાવાને દોહરાવવાનું પણ શરૂ કરી દીધું છે, જેથી કઈ સમિતિના કોણ ચેરપર્સન બનશે અેની અટકળો પણ વહેતી થઈ ગઈ છે.

ભુજ નગરપાલિકાની ચૂંટણીનો તારીખ પ્રમાણે 23મી જાન્યુઅારીઅે કાર્યક્રમ જાહેર થયો હતો, જેમાં 28મી ફેબ્રુઅારીઅે મતદાન થયું અને 2જી માર્ચે મતગણતરી થયા બાદ 5મી માર્ચે ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગઈ હતી. અામ, ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ ગયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરાઈ હતી. અે સિવાય કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડકના નામો પણ જાહેર કરી દેવાયા હતા. પરંતુ, વિવિધ સમિતિઅોની રચના જૂન માસ સુધી કરાઈ નથી.

જોકે, હવે 21મી જૂને કારોબારી સહિતની વિવિધ સમિતિઅોની રચના કરવા માટે સામાન્ય સભા બોલાવાઈ છે, જેમાં કારોબારી ચેરમેનને સમિતિ અને સદસ્યો મળશે. અે ઉપરાંત સેનિટેશન, બાંધકામ, વોટર, ડ્રેનેજ, રોડ લાઈટ, બાગ બગીચા, સાંસ્કૃતિ, રૂલ્સ અેન્ડ બાયલોઝ, ટાઉન પ્લાનિંગ, પ્રોપર્ટી ટેક્સ વસુલાત, ફાયર વોટર ટેન્કર, ટ્રાન્સપોર્ટ, શોપ અેન્ડ અેસ્ટાબ્લેશમેન્ટ સહિતની સમિતિઅોની પણ રચના કરવામાં અાવશે, જેથી વિવિધ સમિતિના ચેરપર્સન બનવા મહત્ત્વાકાંક્ષીઅોઅે દાવાને દોહરાવવાનું શરૂ કરી દીધું છે.

સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સેનિટેશન સમિતિના ચેરમેન સાત્વિક ગઢવી, બાંધકામ સમિતિના ચેરમેન ઘનશ્યામ સી. ઠક્કર, વોટર સપ્લાય સમિતિના ચેરમેન મનુભા જાડેજા, ડ્રેનેજ સમિતિના ચેરમેન મહીદિપસિંહ જાડેજા, રોડ લાઈટ સમિતિના ચેરમેન હનીફ માંજોઠીના નામોની અટકળો ચાલી રહી છે. જોકે, અાખરે કોના નામ ઉપર મહોર લાગે છે. અે તો સામાન્ય સભામાં જિલ્લા ભાજપ કાર્યાલયમાંથી અાવેલા બંધ કવર ખુલશે ત્યારે જ સ્પષ્ટ થશે.

ભુજ તાલુકા પંચાયતની 30 જૂને નક્કી
ભુજ તાલુકા પંચાયતની 30મી જૂન બુધવારે સામાન્ય સભા બોલાવાઈ છે, જેમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં અાવશે. અેવું ભુજ તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...