આકર્ષણ:સ્મૃતિવનમાં સૌર ઉર્જાથી ઉજાસનો વિશિષ્ટ નજારો, પ્રકલ્પનો કુલ ખર્ચ 4.5 કરોડ

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • PGVCLમાં બે વર્ષમાં 70 લાખ રૂા. ક્રેડિટ
  • 45 વોટની 1250 રાઉન્ડ લાઈટ, 45 વોટની 1250 રાઉન્ડ લાઈટ, 1 મેગા વોટનું થશે વીજ ઉત્પાદન

2001ના ધરતીકંપમાં મૃત્યુ પામેલા કચ્છના દિવંગતોની યાદમાં બાર વર્ષથી આકાર લઈ રહેલું સ્મૃતિવન લોકો માટે ખુલ્લું મુકાવાને હવે થોડા મહિના જ છે, ત્યારે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટની વધુ એક એવી માહિતી કે જેનાથી લોકો અજાણ છે. એક એવું પ્રકલ્પ કે જેમાં સંલગ્ન વિભાગ નફામાં છે. સ્મૃતિવનમાં હાલ પ્રવેશબંધી છે, પરંતુ દૂરથી જ જે ધ્યાન ખેંચે છે તે સાંજ પછી દેખાતી લાઈટ ભૂજિયાના સનસેટ પોઈન્ટ સુધી લઈ જતા પાથની રાત્રિ શોભા તો છે જ, પરંતુ તેમાં સરકાર ફાયદામાં પણ છે. આ લાઈટિંગ અંગે જાણીએ તો 45 વોટની એક એવી કુલ 1250 રાઉન્ડ લાઈટ છે.

જે 3400 સોલાર પેનલ દ્વારા ઉત્પાદિત વીજળી દ્વારા ઝળહળે છે. એક મેગા વોટ ઉત્પાદન કરતી વિજળીમાંથી આ વપરાશ તો માત્ર 70 કી.વો. જ છે. બાકીની વીજળી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ફીડર દ્વારા જમા થાય છે. નવેમ્બર 2019 થી કાર્યરત આ સૂર્ય ઉર્જા પ્રોજેક્ટ દ્વારા કુલ 70 લાખ રૂપિયા વીજ કંપનીમાં જમા છે. બે વર્ષમાં આ જમા રાશિ આવતા એક વર્ષ સુધી ખર્ચ બચાવશે. સાડા બારસો લાઈટ ઉપરાંત 6 સમ્પ અને 4 પાણીના બોર પણ તેના પર ચાલે છે તેવી માહિતી મા.મ.વિભાગના ઇલેક્ટ્રિક પેટા વિભાગના ઇજનેર કરણદાન ગઢવીએ આપી હતી.

વધુ બે મેગા વોટ ઉત્પાદન માટેનો પ્રકલ્પ ફેઝ 2માં થઈ શકે
સ્મૃતિવનમાં વિશિષ્ટ પ્રકારનું અર્થ કવેક મ્યુઝિયમ બની રહ્યું છે. આ સંકુલમાં અનેક વિભાગમાં શ્રાવ્ય અને દૃશ્ય વસ્તુઓ ગોઠવી આકર્ષણ ઊભુ કરાઈ રહ્યું છે. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રોજેક્ટ મેનેજર રાજા ભટાચાર્યા જણાવે છે કે, મ્યુઝિયમના ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે વીજ જરૂરિયાત 2 મેગા વોટથી પણ વધુ રહેશે, માટે સંભવિત છે કે, હજુ બીજા બે સોલાર પાવર સિસ્ટમ ઊભા થાય. ઈ.પી.સી. અંતર્ગત એજન્સી સાથે નિયત સૂર્ય ઊર્જાનું ઉત્પાદન અને દસ વર્ષ સુધી જાળવણીના કરાર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...