તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશિષ્ટ વિરોધ:‘અમારી પણ સાંભળે સરકાર, અમો થયા બેરોજગાર’

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહામારી વચ્ચે મંડપ-ડેકોરેશનના ધંધાર્થીઓ બેહાલ થયા

કોરોના મહામારીની માઠી અસર ઘંધા રોજગાર પર જોવા મળી રહી છે. મંડપ, લાઈટ ડેકોરેશન, કૅટરર્સ, સાઉન્ડ સિસ્ટમ સહિતના ધંધાર્થીઓ બેરોજગાર બન્યા છે.ભુજ શહેરમાં ઠેર ઠેર પશ્ચિમ કચ્છ મંડપ ડેકોરેટર્સ અને કેટરર્સ એસોસિએશન હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.રાજય સરકારનું ધ્યાન ખેંચવા માટે ‘અમારી પણ સાંભળે સરકાર, અમો થયા બેરોજગાર , મંડપ વાળા થયા બરોજગાર , હવે તો સરકાર ખોલે રોજગાર’ લખાણ સાથેના હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે. સમગ્ર દેશ જ્યારે અનલોક થયું છે. તમામ રોજગાર ધંધા ખોલવા માટે સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. લગ્ન પ્રસંગ સાથે જોડાયેલા ઘધાર્થીઓએ પોતાના વ્યવસાય ખોલવા માટે છૂટછાટ આપી ધંધા રોજગાર ખોલવા મંજૂરી આપવા રજૂઆત કરી છે. આગામી દિવસોમાં સરકાર લગ્નમંડપ , કૅટરર્સ , લાઈટ ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ સાથે જોડાયેલા વ્યવસાયીઓની વાત નહિ સાંભળે તો રાજકીય પાર્ટીઓને મંડપ , ખુરશી , સાઉન્ડ ભાડે આપવાનું બંધ કરશે તેવી ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...