તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કડક કાર્યવાહી:પશ્ચિમ કચ્છમાં બ્લેક ફિલ્મ લગાવીને ફરતા વાહનો સામે સ્પેશિયલ ડ્રાઇવ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપહરણના કેસોમાં આવા વાહનો ઉપયોગમાં લેવાયા હોવાનું સામે આવ્યું
  • એક જ દિવસમાં જિલ્લામાં 66 વાહનોમાંથી બ્લેક ફિલ્મ દુર કરાઇ

હાલમાં અપહરણ સહિતના ગુનાઓમાં બ્લેક ફિલ્મ લગાડીને ફરતા વાહનોનો ઉપયોગ વધ્યો હોવાનું સામે આવતાં સરહદી રેન્જ આઇજીના આદેશથી પશ્ચિમ કચ્છમાં શહેરો અને તાલુકાના ગામમોમાં બુધવારથી વાહનમાં કાળા કાચ ચડાવીને ફરતા લોકો સામે સ્પેશીયલ ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં એકજ દિવસમાં પોલીસે 66 જેટલા વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારીને કડક કાર્યવાહી કરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ તાજેતરમાં અપહરણ સહિત કેટલીક ગુનાહિત પ્રવુતિઓમાં આરોપીઓ બ્લેક ફિલ્મ લગાવેલી કારનો ઉપયોગ કરતા હોઇ તકેદારીના ભાગ રૂપે કાયદાના રક્ષકોએ આવા વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે ભુજ શહેર અને તાલુકાના ગામને જોડતા હાઇવે માર્ગો પર જિલ્લા ટ્રાફિક અને સીટી ટ્રાફિક પોલીસની સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવને કારમાં કાળી ફિલ્મ લગાડનારા શહેરમાં પ્રવેશતા વાહનોને રોકીને કારમાંથી બ્લેક ફિલ્મ ઉતારવાની કામગીર શરૂ કરી છે. સાત દિવસ ચાલનારી આ ડ્રાઇવમાં બુધવારે સવારથી સાંજ દરમિયાન પોલીસે કુલ 66 વાહનોમાંથી બ્લેક ફિલ્મ ઉતારવી હતી અને ચાલકો વિરૂધ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...