તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી ન મળ્યા:બોલો, ભુજમાં 5 દિવસથી પાણીનું વિતરણ જ ન થયું

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિ’ નર્મદાના પાણી ન મળ્યા, આજથી સ્થિતિ સુધરશે

ભુજમાં છેલ્લા પાંચેક દિવસથી નગરપાલિકાઅે નળ વાટે પીવાના પાણીનું વિતરણ કર્યું નથી અને ટેન્કર નોંધણી બાદ પણ પાણી મળ્યું નથી, જેથી શહેરીજનોમાં નારાજગી ફેલાઈ છે. જી.ડબ્લ્યુ.અાઈ.અેલ. દ્વારા 2જી અને 3જી સપ્ટેમ્બરે નર્મદાના પાણીનું વિતરણ કરાયું ન હતું, જેથી ભુજ નગરપાલિકાઅે 4થી સપ્ટેમ્બર સુધી કુકમા સમ્પે 75 લાખ લીટરની સંગ્રહશક્તિના પાણીના ટાંકાની સફાઈ શરૂ કરી હતી.

અામ ત્રણ દિવસ સુધી પાણીનું વિતરણ જ થયું નથી. હવે 5મી સપ્ટેમ્બરે નર્મદાના પાણી મળતા જ વિતરણ શરૂ થશે, જેથી અાજથી 6ઠ્ઠી સપ્ટેમ્બરથી વિતરણ કરવામાં અાવશે. અામ, હજુ કેટલાય વિસ્તારોને પાણી પહોંચતા અેક બે દિવસ બીજા નીકળી જશે.

બીજી તરફ ભુજ નગરપાલિકામાં પાણીના ટેન્કર ઉપર નગરસેવકોઅે કબજો જમાવી લીધો છે, જેથી નોંધણી કરાવનારાને પાણી પહોંચ્યું જ નથી. પાણીના ટેન્કર ઉપર નગરસેવકોનો કબજો દૂર થાય તો સીધી નોંધણી કરાવનારાને પીવાનું પાણી મળતું થાય અેવી શક્યતા છે. પરંતુ, ત્યાંય કર્મચારીઅો દ્વારા ભ્રષ્ટાચારની શક્યતા રહે છે. અામ, કટોકટી સમયે શહેરીજનોના ભાગ્યમાં પાણીની તકલીફ જ રહી છે.

અન્ય સમાચારો પણ છે...