તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:બોલો ! પલાંસવા સ્થિત સરકારી પશુ દવાખાનું એક પટ્ટાવાળો ચલાવે છે !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યઅે જ પશુપાલન મંત્રીને કરી રજૂઆત
  • રાપર-ભચાઉના 46 મહત્વના કામો માટે ગ્રાન્ટ ફાળવવા માંગ

રાપરના ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયાએ કચ્છ અાવેલા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ વિવિધ રજૂઆત કરી હતી. સાથે પાણી, પશુપાલન સહિતના વિભાગો તથા રાપર-ભચાઉ વિસ્તારના 46 જેટલા મહત્વના કામો માટે જરૂરી ગ્રાન્ટ ફાળવવા માંગ કરાઇ હતી.

ધારાસભ્યે જણાવ્યુ હતું કે રાપર અને ભચાઉ તાલુકાના ઘણા પશુ દવાખાનાઓમાં વર્ષોથી પશુ ડોક્ટરો સહિત સ્ટાફની ખાલી જગ્યાઓ પડી છે. તાલુકાનાં ફક્ત પંલાસવામાં જ્યારથી પશુ દવાખાનું બન્યું ત્યારથી આજ દિન સુધી પશુ ડોક્ટરની નિમણુંક થયેલી નથી. ફકત એક પટ્ટાવાળા ભાઈ જ આ દવાખાનું ચલાવે છે ! જે પણ કાયમી ખુલ્લુ નથી હોતું. તો રાપર અને ભચાઉ તાલુકામાં ગ્રામીણ છેત્રે વર્ષ 2020-21 ના પ્રધાન મંત્રી અવાસ યોજના હેઠળના આવાસો માટે વર્ક ઓર્ડર આપવાનું હજુ સુધી શરૂ કરેલ નથી.

વિશાળ જન હિતાર્થે સત્વરે આ અંગેના પેન્ડિંગ વર્ક ઓર્ડર ત્વરીત ઇસ્યુ કરવામાં આવે તેવી માંગણી દર્શાવી હતી. તો 15માં નાણાં પંચનું વર્ષ 2020-21 તથા 2021-22 ચાલુ વર્ષે ચુકવણાં થયેલા નથી જે અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. રાપર અને ભચાઉ તાલુકાના વિવિધ 46 જેટલા અતિ મહત્વના કામો માટે જરૂરી ગ્રાન્ટ ફાળવી અંગેની માંગ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...