તાલીમ:બોલો, પ્રતિ કિલોમીટર ઓછું એવરેજ આપતી એસ.ટી. બસના ડ્રાઈવર-કંડકટરને તાલીમ !

ભુજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિગમની મધ્યસ્થ કચેરીઅેથી મુખ્ય તાલીમ અને સંચાલકનો અાદેશ
  • ​​​​​​​યાદી તૈયાર કરી સમજ અાપવા કાર્યવાહી હાથ ધરાશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની અમદાવાદ સ્થિત મધ્યસ્થ કચેરીઅે મુખ્ય તાલીમ અને સંચાલકે 30મી ડિસેમ્બરે વિભાગીય નિયામકને પત્ર લખી જણાવ્યું છે કે, પ્રતિ કિલોમીટરે અોછું અેવરેટ અાપતી બસના ડ્રાઈવર અને કંડકટરને તાલીમ અાપવાની છે, જેથી યાદી તૈયાર કરી મોકલી અાપવી.

પત્રમાં જણાવાયું છે કે, સંચાલનના મુખ્ય વ્યવસ્થાપક દ્વારા નિયમિત રીતે નિગમની અાવકની સમીક્ષા કરવામાં અાવે છે અને નિગમની અાવકમાં ઉત્તરોત્તર વધારો થાય તેના માટે વિભાગના વડાઅો સાથે બેઠકનું અાયોજન કરી નિગમની અાવકમાં વધુ સુધારો થાય તેવા પ્રયત્નો હાથ ધરવામાં અાવી રહ્યા છે,

જેથી યોગ્ય સત્તાધીકારી દ્વારા અપાયેલા સૂચન મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં તમામ વિભાગના વિભાગમાં સાૈથી અોછું અેવરેટ લાવતા ડ્રાઈવર અને કંડકટરની યાદી તૈયાર કરી તમામ ડ્રાઈવર અને કંડકટરને અેવરેજ વધારે લાવવા માટેની તાલીમ અને સમજ અાપવાની કાર્યવાહી કરવામાં અાવનાર હોઈ અેક્સપ્રેસ અને લોકલ સિડ્યુઅલમાં સાૈથી અોછું અેવરેજ લાવાતા ડ્રાઈવર અને કંડકટરની યાદી તૈયાર કરી મોકલી અાપવી.

ડેપો દીઠ 5 લોકલ અને 5 અેક્સપ્રેસ શિડ્યુઅલ
દરેક ડેપોના 5 લોકલ અને 5 અેક્સપ્રેસ શિડ્યુઅલના ડ્રાઈવર અને કંડકટર નક્કી કરવાના રહેશે. લોકલ સિડ્યુઅલમાં પ્યોર સિડ્યુઅલ ટ્રીપ હોય તેવા ડ્રાઈવર અને કંડકટરનો સમાવેશ કરવાનો નથી.

અેસ.ટી.નો ઉદ્દેશ નફાનો નથી
કેટલાક ગામ અેવા હોય છે જ્યાં અોછા પ્રવાસીઅોને કારણે ખાનગી બસ સંચાલકો જતા નથી, જેથી અેવા ગામનો લોકોને વાહનના અભાવે અારોગ્ય, રોજગાર સહિતની કેટલીય સુવિધાથી વંચિત રહેવાનો વખત અાવે છે. સરકારે અેટલે નિગમની બસોને ઈજારો અાપ્યો છે, જેથી અેસ.ટી.ની બસો જે ગામમાં ખોટ જતી હોય અે ખોટ જે ગામમાં નફો થતો હોય અેમાં સરભર કરી શકે. જોકે, સાથોસાથ અેસ.ટી. નિગમનો હેતુ નફા નુકસાનનો નથી. લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે. પરંતુ, હવે સરકાર અને વહીવટમાં અેવા લોકો ગોઠવાઈ ગયા છે. જે અેસ.ટી.નો મૂળ હેતુ ભૂલીને ખોટ કરતા રૂટ, ટ્રિપ, સિડ્યુઅલ રદ કરી રહ્યા છે અને હવે તાલીમનો ફતવો બહાર પાડ્યો છે!

અન્ય સમાચારો પણ છે...