તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:બોલો, માસ્ક ચેકિંગમાં આવેલા અધિકારીની ગાડીમાં જ RTO માન્ય નંબર પ્લેટ નહીં

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

બે દિવસ બાદ ફરીએકવખત ડિજાસ્ટર મામલતદાર સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની ચેકિંગ માટે ભુજની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીમાં ધસી આવ્યા હતા. જો કે, એક વખત ચેકિંગ કરી ગયા હોવાથી તમામ એજન્ટો અને અધિકારી-કર્મચારી તેમજ અરજદારોએ માસ્ક પહેર્યા હતા અને સામાજીક અંતર પણ જળવાયેલું હતું. માસ્કના નિયમનું પાલન કરાવવા આવેલા ડિજાસ્ટર મામલતદારના વાહનમાં જ આરટીઓ માન્ય નંબર પ્લેટ લાગેલી દેખાઇ ન હતી. સીસીટીવી કેમેરામાં સામાન્ય લોકોને નંબર પ્લેટ, ત્રીપલ સવારી સહિતના નિયમ બદલ દંડ ફટકારવામાં આવે છે જે યોગ્ય છે, પણ અધિકારીની વાહનમાં નંબર પ્લેટ ફેન્સી હોય તો કેમ મેમો આપવામાં આવતો નથી તેવો સવાલ ખડો થાય છે.

અન્ય સમાચારો પણ છે...