તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભુજ નગરપાલિકાની વોટર સપ્લાય બ્રાન્ચ નળ વાટે અઠવાડિયામાં એક વખત પાણી વિતરણ કરી રહી છે. અધૂરામાં પૂરું સોમવારથી ટેન્કર વાટે નોંધણી પણ બંધ કરી દીધી છે અને સોમવાર સુધી નવી નોંધણી નહી કરે. એ વચ્ચે સાત દિવસ પહેલા નોંધણી કરાવનારાના ઘરે પણ પાણી ન પહોંચતા લોકોએ નગરપાલિકામાં પૂછપરછ શરૂ કરી દીધી છે. પરંતુ, કોઈ દાદ આપનારું નથી.
નોંધણી કરાવનારાને ઘરે પાણીનું ટેન્કર પહોંચ્યું નથી
ભુજ નગરપાલિકા દ્વારા શહેરને નળ વાટે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. જે વિતરણ નર્મદાના પાણી આધારિત છે. સ્થાનિક સ્રોત ખૂબ જ અોછા છે. હાલ ભરઉનાળે નગરપાલિકાએ નળ વાટે પાણી વિતરણમાં અખાડા શરુ કરી દીધા છે. બીજી બાજું ટેન્કર મારફતે પાણી વિતરણની નોંધણી પણ બંધ કરી દીધી છે, જેથી શહેરીજનો ભારે મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. નળ વાટે તો ઠીક પણ સાતેક દિવસ પહેલા પાણીના ટેન્કરની નોંધણી કરાવનારાને ઘરે પાણીનું ટેન્કર પહોંચ્યું નથી, જેથી લોકોએ નગરપાલિકામાં આંટાફેરા કરી દીધા છે. પરંતુ, સંતોષકારક પ્રત્યુત્તર મળતો નથી. ગુરુવારે પદાધિકારીઅો અને અધિકારીઓ હાજર ન હતા. ટેન્કર નોંધણીને રસી લઈ ફરનારાને કહેવામાં આવતું હતું કે, રાવલવાડી પાણીના ટાંકે જાવ. અહીં રજુઆત ન કરો.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.