તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાઈવેટ સ્કૂલોનો મોહભંગ:બોલો, કચ્છમાં ખાનગીમાંથી 1531 છાત્રો સરકારી પ્રા. શાળામાં પ્રવેશ્યા

ભુજ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રવેશ પ્રક્રિયા હજુ ચાલુ હોઇ 30મી જૂન સુધીના આંકડામાં હજુ વધુ સંખ્યા ઉમેરાય તેવી શક્યતા
  • ધોરણ 1 અને 2 પછી પ્રાઈવેટ સ્કૂલોનો થાય છે મોહભંગ

કચ્છમાં 2020/21ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ખાનગી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનારા 1531 છાત્રોનો ખાનગી શાળામાં ભણવાનો મોહભંગ થઈ ગયો છે, જેથી 2021/22ના શૈક્ષણિક વર્ષ દરમિયાન સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવી લીધો છે. જે અાંકડો 30મી જૂન સુધીનો છે અને હજુ પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે, જેથી અા અાંકડો 3000ની અાસપાસ પહોંચી જાય અેવી શક્યતા છે.

રાજ્ય સરકાર અેક બાજુ અાર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત અને વંચિત પરિવારના બાળકો ખાનગી શાળામાં સારું શિક્ષણ મેળવી શકે અેવા હેતુથી રાઈટ ટુ અેજ્યુકેશન હેઠળ ખાનગી શાળાઅોમાં પ્રવેશ અપાવી છાત્રોના શિક્ષણનો ખર્ચો ઉપાડી રહી છે.

બીજી બાજુ, સરકારના કોઈપણ જાતના પ્રોત્સાહક પ્રયાસ વિના વાલીઅો પોતાના બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાંથી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. જે ઘટના વર્ષોથી ચાલે છે. પરંતુ, સરકારના ધ્યાનમાં છેલ્લા પાંચેક વર્ષથી અાવી છે અેટલે પ્રોત્સાહન જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો રાજ્ય સ્તરે સન્માન કરવાનું શરૂ કર્યું છે.

ચાલતા સર્વેના અાંકડા
તાલુકોખાનગીમાંથી સરકારીમાં
અાવેલા છાત્રોની સંખ્યા
ભુજ551
માંડવી0
મુન્દ્રા0
નખત્રાણા259
અબડાસા47
લખપત26
અંજાર238
ગાંધીધામ171
ભચાઉ239
રાપર0

​​​​​​​

સરકારી શાળામાં પ્રવેશના આધારે રાજ્ય સ્તરે કચ્છનો 2018માં છઠ્ઠો, 2019માં ત્રીજો નંબર
2018માં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કચ્છની પ્રાથમિક શાળાઅોઅે ખાનગીમાંથી સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનારા બાળકોની સંખ્યાના અાધારે છઠ્ઠો નંબર મેળવ્યો હતો. જ્યારે 2019માં ત્રીજો નંબર મેળવ્યો હતો, જેથી તત્કાલિન શિક્ષણ સમિતિના ચેરપર્સન છાયાબેન ગઢવી અને તત્કાલિન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારને રાજ્ય સ્તરે સન્માનવામાં અાવ્યા હતા.

સરકારી પ્રાથમિક શાળાઓમાં ક્વોલિફાઈડ ટિચર
સરકારી પ્રાથમિક શાળાઅોમાં સરકારના ધારાધોરણ મુજબ પ્રાથમિક શિક્ષકની સંપૂર્ણ શૈક્ષણિક લાયકાત ધરાવતીને જ શિક્ષક તરીકે નિમવામાં અાવે છે અને તેમને ઊંચા વેતન પણ ચૂકવવામાં અાવે છે. બીજી બાજુ ખાનગી શાળાઅોમાં વિષયવાર તજજ્ઞ શિક્ષકની સરકારી ધારાધોરણ મુજબની લાયકાતનો અાગ્રહ રાખવામાં અાવતો નથી. કેમ કે, અોછા વેતને યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકો મળતા નથી. વળી શિક્ષકો પણ ખાનગી શાળામાં બદલતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...