તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:બોલો, ભુજમાં પોલીસની માસ્કની 1 પાવતી બે વખત ઉપયોગમાં લેવાઇ !

ભુજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોઇ અમલદાર કે પોલીસ સ્ટેશનનું નામ પહોંચમાં ઉલ્લેખ જ નહીં
  • 200 રૂપિયાની પાવતી આપી 1 હજાર દંડ લેવાયાનો આક્ષેપ થયો

શહેરના સુરલભીટ્ટ વિસ્તાર પાસે બે દિવસ પૂર્વે એક બાઇક ચાલક પાસેથી માસ્કનો દંડ લેવાયો હતો, જો કે પાવતી બીજી વખત ઉપયોગમાં લેવાઇ હોય તેવુ લાગી રહ્યું છે. પાવતીમાં એક નામ છેક્યા બાદ બીજો નામ લખી દંડ કરનારને આપવામાં આવી છે. તો 200 રૂપિયાની પાવતી પેટે એક હજાર રૂપિયા લીધા હોવાનો આક્ષેપ થયો છે. પાવતી બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારના સુરલ ભીટ પાસે આપવામાં આવી છે.

સુરલભીટ્ટ વિસ્તારમાં બાઇકથી પસાર થઇ રહેલા રજાક જુમા નામના શખ્સને માસ્ક બાબતે પાવતી આપવામાં આવી હતી, જે પાવતી અગાઉ ઉપયોગમાં લેવાઇ ગઇ હોય તેવુ સ્પષટ દેખાઇ રહ્યું છે. પાવતી અગાઉ આત્મારામ સર્કલ પાસે અમીન લુહાર નામના શખ્સને અપાઇ છે જેનું નામ, મોબાઇલ નંબર અને સહી પણ થયેલી છે. એ જ પાવતી તમામ વિગતો બોલપેનથી છેકા મારીને રજાક જુમાને આપવામાં આવી હતી. રજાકના ભાઇ સલીમે એવો આક્ષેપ પણ કર્યો હતો કે, પાવતી તો ઉપયોગમાં લેવાયેલી આપી ઉપરાંત 200 રૂપિયાના બદલે 1 હજાર રૂપિયા ભાઇ પાસેથી લેવાયા છે. પાવતીમાં 200 રૂપિયાના દંડનો જ ઉલ્લેખ થયો છે. ઉપયોગમાં લેવાયેલી પાવતીઅો અભણ લોકોને પકડાવી રોકડી કરવામાં આવતી હોય તેવી શંકા વ્યકત કરી હતી.

દંડની પાવતીનો ફોટો પશ્ચિમ કચ્છ એસપીને વ્હોટસએપ મારફતે મોકલી હતી, તેમણે પુછયુ કે કયા પોઇન્ટ પર આપવામાં આવી છે. નોંધનીય છે કે, પાવતીમાં કોઇ પણ અમલદાર, વિસ્તાર, પોલીસ મથકના કર્મચારી અને તારીખ પણ લખાયેલી નથી. જો કે, આ પાવતી સુરલભીટ્ટ વિસ્તારમાં 1302 કે 1802 ગાડી નંબરમાં ચેકિંગ માટે ઉભેલા કર્મચારી તરફથી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...