• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Space Exhibition Started From Dhori Village Government School, Students Were Given Understanding About Space Testing

કચ્છના પ્રવાસે ઇસરોના વૈજ્ઞાનિકો:ઢોરી ગામની સરકારી શાળાથી અંતરિક્ષ પ્રદર્શનીની શરૂઆત કરાઇ, વિદ્યાર્થીઓને અંતરિક્ષ પરીક્ષણ વિશે સમજ અપાઈ

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની મુખ્ય સરકારી શાળાઓમાં પ્રદર્શન અને માર્ગદર્શન શિબિર યોજાશે

ભારતીય અંતરિક્ષ પરીક્ષણ એજન્સી ઇસરોના વૈજ્ઞાનિકો આજ ગુરુવારથી કચ્છના પ્રવાસે આવ્યા છે. અવકાશ એજન્સી દ્વારા જિલ્લાની સરકારી શાળાઓમાં ખાસ બસમાં સાથે લાવેલા અંતરિક્ષ પરીક્ષણ અંગે સમજ આપતા સાધનોનું પ્રદર્શન યોજી અંતરિક્ષ સંશોધન અંગે માહિતગાર કરવામાં આવશે. જેની શરૂઆત ભુજ તાલુકાના ઢોરી ગામથી કરવામાં આવી છે.

ઢોરી ગામની પ્રાથમિક -માધ્યમિક શાળામાં ઇસરોના વૈજ્ઞાનિકો દ્વારા વિદ્યાર્થી ભાઈ બહેનો સમક્ષ અંતરિક્ષ સંશોધન અંગે સમજ આપતા વિવિધ સાધનોની પ્રદર્શની યોજી તેની માહિતી આપવામાં આવી હતી.

મોટી સંખ્યામાં ઉપસ્થિત છાત્રોએ રસ પૂર્વક પ્રદર્શન નિહાળી તેના વિશે વૈજ્ઞાનિકોનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ પ્રકારના પ્રદર્શન અને માર્ગદર્શન શિબિર જિલ્લાની મુખ્ય સરકારી શાળાઓમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...