સુરક્ષા:કચ્છના સરહદી ટાપુ અને ક્રિકનું એસપીએ કર્યું જાત નિરીક્ષણ

નારાયણસરોવર6 દિવસ પહેલા
  • કૉપી લિંક

અરબસાગરમાં આવેલા ટાપુઓ અને ક્રિકનું પશ્ચિમ કચ્છ પોલીસ વડા અને એસઓજીના અધિકારી કર્મચારીઓ દ્વારા જાત નિરક્ષણ કરાયું હતું.

કચ્છનો રણ અને જળસીમા વિસ્તાર અતિ સંવેદનશીલ હોઇ એજન્સીઓ માટે પડકારરૂપ ગણાતા આ વિસ્તારોમાં હાલમાં જ લકી ટાપુ પાસે સાગર શક્તિ કવાયત પુરી થઇ હોઇ એજન્સીઓ સરહદ પ્રત્યેની ગંભીરતા દાખવી રહ્યા છે. ત્યારે બુધવારે સવારથી સાંજ દરમિયાન અરબ સાગરમાં આવેલા નાના મોટા ટાપુઓનું પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભસિંઘ અને એસઓજીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ઝાલા સહિતની ટીમ દ્વારા જાત નિરક્ષણ કરવામાં આવ્યું હતું. જેના પરથી એ સાબીત થાય છે કે, સરહદ પ્રત્ય પોલીસ સજાગ છે. અને તેમના દ્વરા સરહદનો યોગ્ય અભ્યાસ કરી કોઇ કચાસ ન રહી જાય તે માટે સતર્ક પણ તપાસ કરવામાં આવી રહ્યો છે. એ રીતે જોઇએ તો , અગાઉ સરહદી વિસ્તારમાં બિનવારસુ ચરસના પેકેટો સોધવાની શરૂઆત એસઓજી દ્વારા કરવામાં આવી હતી. એજન્સીઓ સાથે તાલમેલ સાથે દેશની સુરક્ષા કાજે જાત નિરક્ષણ કરતી વખતે પોલીસ અધિકારીઓમાં જોમ અને જુસો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...