સાગરશક્તિ કવાયત:સધર્ન કમાન્ડે ગુજરાત-રાજસ્થાનમાં શરૂ કરી દક્ષિણ શક્તિ યુદ્ધ કવાયત

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાવિ યુદ્ધક્ષેત્રમાં ટેક્નોલોજીનું પરીક્ષણ કરવા ખાસ ભાર અપાશે
  • ​​​​​​​ટેકનોલોજી, કોમ્પ્યુટર નેટવર્કિંગ તથા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાશે

કચ્છના દરિયાઇ વિસ્તારોમાં તાજેતરમાં જ કેફી દ્રવ્યોના સીલસીલા વચ્ચે તાજેતરમાં જ ભારતની સુરક્ષા અેજન્સીઅો દ્વારા સાગરશક્તિ કવાયત હાથ ધરી હતી. તેવામાં હવે પુના ખાતે હેડક્વાર્ટર ધરાવતા સેનાના સધર્ન કમાન્ડે ભાવિ યુદ્ધક્ષેત્રની ટેક્નોલોજીનું પરીક્ષણ કરવા ગુજરાત અને રાજસ્થાનમાં કવાયત શરૂ કરી છે. અા કવાયતનું નામ દક્ષિણ શક્તિ રાખવામાં અાવ્યું છે. જેની જાણકારી સધર્ન કમાન્ડે અાપી હતી.

આ કવાયત રાજસ્થાન અને ગુજરાતના પ્રશિક્ષણ વિસ્તારમાં હાથ ધરવામાં આવી રહી છે. અા કવાયતમાં નેટવર્ક-કેન્દ્રિત યુદ્ધના કેન્દ્રીય પાસા સાથે હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ખાસ કરીને માહિતી, ટેકનોલોજી અને કોમ્પ્યુટર નેટવર્કિંગ સાધનોનો અસરકારક ઉપયોગ સામેલ કરવામાં અાવ્યો હતો. સૈનિકોની યુદ્ધ-તૈયારીને વધારે મજબૂત કરવા અને પરંપરાગત ઉપરાંત અવકાશ અને સાયબર પરિમાણોમાં ક્ષમતાઓનુ પરીક્ષણ કરવા માટે અા કવાયત છે.

આ કવાયતનો ઉદ્દેશ એક સંકલિત અને ભાવિ યુદ્ધક્ષેત્રમાં સધર્ન આર્મીના સૈનિકોની યુદ્ધની તૈયારી અને ઓપરેશનલ અસરકારકતાને મજબૂત કરવાનો છે.કવાયતનું મુખ્ય ફોકસ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (વેપન સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ) ધ્રુવ, સ્વોર્મ ડ્રોન્સ જેવી નવી અને સ્વદેશી તકનીકોના ઉપયોગ પર રહેશે. અને અા કવાયતમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાશે. આ કવાયત સેન્સર-ટુ-શૂટર ગ્રીડનું પણ પરીક્ષણ કરશે જે સેન્સર્સને સંકલિત કરતી સિસ્ટમ્સ છે.

અન્ય સમાચારો પણ છે...