તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • 'Someone Tell Him, I Want Liberation Too!' In The Wake Of The Exhumation Of The Remains Of More Than 100 Dead At Khari Nadi Swarg Prayanadham

ફોટો સ્ટોરી:‘કોઈક તો કહો એમને, કે મારે પણ જોઈએ છે મુક્તિ !' ખારી નદી સ્વર્ગ પ્રયાણધામમાં અંદાજે 100થી વધુ મૃતકોના અસ્થિ વિસર્જનની રાહમાં

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
2018થી અત્યાર સુધી સ્વજનો લેવા ન આવ્યા. - Divya Bhaskar
2018થી અત્યાર સુધી સ્વજનો લેવા ન આવ્યા.

હિન્દુ ધર્મ અનુસાર એવી માન્યતા છે કે વ્યક્તિના મૃત્યુ પછી તેના આત્માને શાંતિ માટે તેના અસ્થિને નવ દિવસની અંદર ગંગામાં વિસર્જિત કરવાનું ઉત્તમ માનવામાં આવે છે, જેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, પરંતુ આજના યુગમાં આવી પરંપરાથી લોકો દૂર થતા જતા હોય એવું આ તસવીર જોતા લાગે છે. ભુજની ઉત્તરવહીની નદી ખારી નદીના તટે સ્વર્ગ પ્રયાણ ધામમાં અંદાજે સોથી વધુ મૃતકોના અસ્થિ વિસર્જનની રાહમાં પડ્યા છે.

બિનવારસુ મૃતકોની અસ્થિ.
બિનવારસુ મૃતકોની અસ્થિ.

કોઈ 2018 ના એટલે કે, ત્રણ વર્ષથી છે તો કોઈ ગત વર્ષથી. કોવિડથી મૃત્યુ થનારના અલગ રાખ્યા છે તો બિનવારસુ મૃતદેહના પણ અલગથી રાખ્યા છે. અફસોસની વાત એ છે કે, આમના સગા વહાલા હોવા છતાં પણ મુક્તિની વિધિ નથી થઈ. આ અંગે રોટરી સ્વર્ગ પ્રયાણ ધામના પ્રોજેક્ટ ચેરમેન વિમલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, અમે વારસદારોનો સંપર્ક કરીએ છીએ, કોઈ ન જ આવે તો તબક્કાવાર સામાજિક સંસ્થા કે જે આવી પ્રવૃત્તિ કરતા હોય તેમને વિસર્જન માટે અસ્થિ સોંપી દઈએ છીએ.

કોવિડ મૃતકોની અસ્થિ.
કોવિડ મૃતકોની અસ્થિ.

અસ્થિ વિસર્જનનું મહત્વ
શાસ્ત્રોમાં કહેવાયું છે કે, થોડા અસ્થિ લઇ કાચા દૂધથી ધોઈ, વિસર્જનાર્થે માટલામાં લઇ અને 9 દિવસની અંદર વિસર્જિત કરી દેવા જોઈએ. આજના સમયમાં અનુકૂળતા માટે જ્યા સર્વ નદીઓનો સંગમ છે એવું માનીને સમુદ્રમાં પધરાવી દેવાય છે. જો ગંગાજીમાં વિસર્જિત કરવા હોય તો ઘરે ન લેવાય અને 9 દિવસની અંદર સ્મશાનેથી જ અસ્થિ લઇ સીધા ગંગાજી તરફ પ્રયાણ કરી શકાય. ધ્રબુડી તીર્થધામ મધ્યે સમુદ્રમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...