તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં વાતાવરણીય વિષમતા વચ્ચે ઠંડીની સામે ગરમીની પકડ વધુ મજબૂત બની રહી છે. રવિવારે પાવરપટ્ટી પંથક, પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર સહિત કચ્છના ગ્રામ્ય વિસ્તારો ગાઢ ધુમ્મસની આગોસમાં ગરકાવ થયા હતા.ઉત્તર તરફના રણ વિસ્તારને અડીને આવેલા પાવરપટ્ટી વિસ્તારમાં રવિવારે વહેલી સવારના ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. આ વિસ્તારમાં વરસતી ઝાકળ વચ્ચે નાછૂટકે વાહન ચાલકોને બપોર સુધી વાહનોની હેડ લાઇટ ચાલુ રાખવી પડી હતી અને અકસ્માતના ભયના કારણે વાહનોની ગતિ ધીમી રાખવી પડી હતી. ઝાકળ (માક)ના કારણે જીરૂ અને એરંડાના પાકને ફાયદો થવાની શકયતા સ્થાનિક ખેડૂતો દર્શાવી રહ્યા છે. વધુમાં અરબ સાગર કિનારે આવેલા પવિત્ર તીર્થધામ નારાયણ સરોવરમાં તો જાણે ધુમ્મસે રેકોર્ડ તોડી નાખ્યો હતો અને સવારના 11.30 વાગ્યા સુધી ઝાકળના કારણે અંધકાર છવાયો હતો. પવિત્ર સરોવરના ઘાટ પર યાત્રાળુઓની ભીડ હતી પરંતુ ધુમ્મસના કારણે એક ઘાટ પરથી બીજા ઘાટના દર્શન દુર્લભ બન્યા હતા.
રવિવારે કચ્છના કાશ્મીર નલિયામાં લઘુત્તમ 15.6, મહત્તમ 32.8, જિલ્લા મથક ભુજમાં લઘુત્તમ 18.6, મહત્તમ 34, કંડલા પોર્ટમાં લઘુત્તમ 18.2, મહત્તમ 32.1 અને કંડલા એરપોર્ટ પર લઘુત્તમ 17 અને મહત્તમ 32.4 ડિગ્રી તાપમાન રહ્યું છે. તાપમાનનો પારો ઉંચકાતા કચ્છમાં સવારે 10થી રાત્રે 8.30 વાગ્યા સુધી ગરમીના કારણે લોકોએ પંખાનો સહારો લીધો હતો. અત્રે નોંધનીય છે કે, ડિસેમ્બર શરૂ થવાની સાથે ઠંડી વધવાની જગ્યાએ ગરમીએ જોર પકડ્યું છે.
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.