વિરોધ:ખાવડા પાસે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની યોજાયેલી લોક સુનવણીમાં સોલારીસ એકમ દ્વારા નવા પ્લાન્ટનો વિરોધ કરાયો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાવડા વિસ્તારના વિવિધ ગામના 80 ટકા લોકોએ વાંધા અરજી રજૂ કરી

ભુજ તાલુકના દુર્ગમ ખાવડા વિસ્તારમાં આવેલી સોલારીસ કેમટેક કંપની દ્વારા એકમ ખાતે વધારાનો ત્રીજો બ્રોમીન ઉત્પાદન પ્લાન્ટ શરૂ કરવાની મંજૂરી પૂર્વે ખાવડા આસપાસના વિવિધ ગામના ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો સાથે ગઈકાલે સવારે યોજાયેલી લોક સુનવણીમાં પોતાની વાંધા અરજીઓ રજૂ કરી હતી.

સરહદી ખાવડા ગામથી અઢી કિલોમીટર દૂર આવેલી 25 વર્ષ જૂની સોલારીસ કેમટેક કંપની દ્વારા એકમ ખાતે બ્રોમીન ઉત્પાદન કરતા ત્રીજા નવા એકમ શરૂ કરવાની તૈયારી આરંભી દીધી છે. આ માટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એકમના બીજા યુનિટના મેદાનમાં સવારે 11 વાગ્યે લોક સુનાવણી યોજવામાં આવી હતી જેમાં ખાવડા, સરગુ, લુડિયા, ધ્રોબના , દીનારા, મોટા ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોના 80થી 90 જેટલા ગ્રામજનો દ્વારા નવા પ્લાન્ટ શરૂ થવાના વિરોધમાં વાંધા અરજી ઉપસ્થિત બોર્ડના જવાબદાર સમક્ષ રજુ કરી હતી.

આ વિશે નાના દીનારા ગામના અગ્રણી હકીમ ઈશા સમાં દ્વારા કલેકટર કચેરીને ઉદ્દેશીને એક આવેદનપત્ર રજૂ કર્યું હતું જેમાં બ્રોમીન તંત્વ જીવ જંતુથી લઈ માનવ જીવન માટે અતિ ઘાતક પુરવાર સાબિત થવાની સંભાવના દર્શાવી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. તો કચ્છ જિલ્લા કોંગેસના લેટરપેડ હેઠળ પણ કંપની દ્વારા સ્થાનિકે રોજગારી ના આપવી, ગેસ ગળતર દરમ્યાન અસર પામેલા લોકોને વળતર ના ચૂકવવા સહિતના મુદ્દે આક્ષેપ કરવામાં આવ્યા છે.

વિશેષ ખાવડા ગામના સામાજિક અગ્રણી મુકિંમભાઈ સમાએ પણ 1995થી કંપની સ્થપાયા બાદ અનેક આડઅસર માનવ જીવન પર પડી રહ્યાનું જણાવ્યું હતું તેમણે એમ પણ કહ્યું હતું કે કંપનીના આવ્યા બાદ જે પહેલા મહિલાઓને નોર્મલ ડિલિવરી થતી હતી તે મોટા ભાગે બંધ થઈ જવા પામી છે. ખાવડા વિસ્તારની મહિલાઓને હવે ફરજીયાત સરકારી કે ખાનગી હોસ્પિટલમાં સુવાવડ માટે લઈ જવી પડે છે તેમાં પણ સિઝર ઓપરેશનનું પ્રમાણ વધી જવા પામ્યું છે.

આમ ખાવડા સહિતના અનેક ગ્રામજનો દ્વારા રણ પ્રદેશમાં આવેલી સોલારીસ કેમટેક એકમના કારણે જમીનમાં ધોવાણ થવાની સાથે કુવાના પાણી સુકાઈ જવાની વાત રાજુ કરી ગંભીર આક્ષેપો દ્વારા નવા પ્લાન્ટ સામે વિરોધ નોંધાવ્યો છે ત્યારે સંબધિત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું

અન્ય સમાચારો પણ છે...