તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વનતંત્રની ચૂપકિદી:ભુજ-ખાવડા માર્ગમાં બન્નીના રક્ષિત વિસ્તારમાંથી નખાતી માટી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરવાનગી વિના ઉપાડાતી માટી છતાં વન તંત્રની ચૂપકિદી

ભુજથી ખાવડા તરફના માર્ગમાં બન્નીના રક્ષિત વિસ્તારમાંથી માટી નાખવામાં અાવતી હોવા છતાં વન તંત્રની ચૂપકિદી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભુજ-ખાવડા માર્ગનું કામ ચાલી રહ્યું છે, જેથી વન વિભાગની મંજૂરી વિના જ બન્નીના રક્ષિત વિસ્તારમાંથી માટી ઉપાડવામાં અાવી રહી છે, જે ગ્રીન ટ્રીબ્યૂનલના અાદેશનું ઉલ્લંઘન છે. હાલે ભિરંડિયારા નજીક રક્ષિત વિસ્તારમાં ખાડા કરી માટી ઉપાડવામાં અાવી રહી છે, જે ભુજ-ખાવડા રોડ પર પાથરવામાં અાવી રહી છે, જેથી તાજેતરમાં પડેલા વરસાદમાં માર્ગ ધોવાઇ જતાં અનેક વાહનો ફસાયા હતા.

વધુમાં માટી ઉપાડવા મુદ્દે વન વિભાગ કે, ખાણ ખનીજ વિભાગમાંથી કોઇ જ મંજૂરી લેવાઇ નથી. સ્થાનિક લોકોને વન વિભાગ માટી ઉપાડવા દેતું નથી જયારે અા માર્ગના કોન્ટ્રાક્ટર કે અન્ય કોઇ માથા માથાઅો હોય તો તેની સામે ઘુંટણીયે પડી જાય છે.

ખાઇઅો અને તળાવ બનાવી માટી કાઢવામાં અાવી રહી છે, જે ઘાસિયા પ્રદેશને નુકસાન કરી શકે છે અને ક્ષારવાળી જમીનમાં પાણીનો ભરાવો થવાથી મીઠુ પાણી ક્ષારયુક્ત બનતાં પશુઅો માટે પીવાલાયક રહેશે નહીં. રક્ષિત વિસ્તારમાંથી માટી ઉપાડવાની કામગીરી સત્વરે બંધ કરવા ભિરંડિયારાના કમાલશા અલીશા સૈયદ અને દેવાભાઇ ભારૂ મારવાડાઅે કલેક્ટરને લેખિત રજૂઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...