તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશંકા:એસઓજીએ સોનાના નકલી બિસ્કીટ કેસમાં અઠંગ ઠગબાજો માટે કામ કર્યું ?

ભુજ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કુખ્યાત ચીટરે પોતાનો રસ્તો સાફ કરવા માટે એક પોલીસ કર્મીની મદદથી બનાવ્યો પ્લાન
 • બંને શખ્સો કોને બિસ્કીટ આપવા માટે રિલાયન્સ સર્કલ ઉભા હતા તેનુ નામ ન ખુલ્યું

ત્રણેક દિવસ પૂર્વે પશ્ચિમ કચ્છ એસઓજીએ ભુજના રિલાયન્સ સર્કલ પાસેથી સસ્પેન્ડેડ પોલીસ કર્મચારી અને અન્ય એક શખ્સને નકલી સોનાના બિસ્કીટ તેમજ દારૂની બોટલો સાથે પકડી લીધા હતા, જે બનાવમાં એક ચીટરનો રસ્તો સાફ થઇ ગયો હતો. સમગ્ર બનાવમાં બિસ્કીટ લેવા આવનારા શખ્સનું નામ ખુલ્યું નથી. આ બનાવમાં પશ્ચિમ કચ્છ એસઓજીએ ચીટરો માટે કામ કર્યું હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, એસઓજીની ટીમે કોટડા જડોદરના અમીત સોની અને સસ્પેન્ડ પોલીસ કર્મચારી રામજી મારવાડાને પકડી લીધા હતા. બંને જણા નકલી સોનાના નામે છેતરપિંડી કરવાની ફિરાકમાં હતા ને દબોચી લેવાયા હતા તેવું પોલીસ ચોપડે ચિતરાયું છે.

જો કે, સમગ્ર બનાવની હકીકત એવી છે કે આ બનાવમાં પશ્ચિમ કચ્છ એસઓજીની ટીમે એક કુખ્યાત ચીટર માટે કામ કર્યું હોય તેવી ચર્ચા વહેતી થઇ છે. એક ચીટર પોતાનો રસ્તો સાફ કરવા બીજા ચીટરને પાડી દઇ ખુન્નસ કાઢવા માટે પકડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી પશ્ચિમ કચ્છ એસપીની મહત્વની શાખા એસઓજીમાં પેંધી ગયેલા એક કર્મચારી અને કુખ્યાત ચીટર વચ્ચે ગાઢ સબંધો છે. ચીટરે જ આ બંને શખ્સોને ઝાળમાં ફસાવ્યા હતા અને પોલીસને પકડી લેવા જણાવ્યું હતું અને એસઓજીની ટીમે તાત્કાલીક ચીટરોના ઇશારે ત્યાં પહોંચી બંનેને દબોચી લીધો હતો.

પોલીસ કર્મીના ચીટર સાથેના સબંધની બેડામાં ખૂબ ચર્ચા
લાંબા સમયથી એસપીની મહત્વની શાખામાં ફરજ બજાવતા આ કર્મચારી અને ચીટરના ગાઢ સબંધ બેડામાં જગજાહેર છે. ત્રણેક વર્ષ અગાઉ ચીટરની મોંઘેરી કાર એસઓજી ઓફીસમાં તેની પાસે જ રહેતી અને માંડવી રોડ પર આ પોલીસ કર્મચારીએ અકસ્માત સર્જયો હતો જેમાં કાર ટોટલ લોસ થઇ ગઇ હતી.

એક દિવસના રિમાન્ડ બાદ બંનેને પાલારા જેલ હવાલે કરાયા
અમીત સોની અને રામજી મારવાડાને બુધવારે બી ડિવિઝન પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા, એક દિવસના રિમાન્ડ મળ્યા બાદ ગુરુવારે સાંજે કોર્ટમાં રજુ કરાયા હતા, જે બંને પાલારા જેલ હવાલે થશે તેવું તપાસનીશ વી. એચ. ઝાલાએ જણાવ્યું હતું. બંને શખ્સો નકલી બિસ્કીટ કોને પધરાવવા માટે ત્યાં ઉભા હતા તેનું નામ ખુલવા પામ્યું કે કેમ તેના જવાબમાં પીએસઆઇએ કહ્યું કે, નામ ખુલ્યું નથી તપાસ ચાલું છે.

એસઓજી મહત્વની શાખા છે એટલે જીણવટભરી તપાસ થશે
આ અંગે એસપી સૌરભ સીંઘે જણાવ્યુ હતું કે, એસઓજી મહત્વની શાખા છે અને આ મુદ્દે જો આવું થયું હશે તો જીણવટભરી તપાસ કરવામાં આવશે. એસઓજીની બ્રાન્ચ અને છાપને નુકસાન પહોંચે એવુ શાખી નહી લેવાય એટલે તટસ્થ રીતે તપાસ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો