તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ભુજના કેરામાંથી SOGએ 496 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • NDPS એક્ટ તળે અટકાયત કરી ભુજ બી ડિવિઝન મથકમાં સોંપાયો

કચ્છ જીલ્લા નશાખોરીનું ચલણ વધી રહ્યું હોય તેમ હવે દેશી વિદેશી દારૂની સાથે અફીણ ગાંજાનુ વેચાણ પણ વધી રહ્યું હોય તેમ એક બાદ એક પોલીસ દરોડા દરમ્યાન સામે આવી રહ્યું છે . પોલીસે આજે વધુ એક શખ્સને ગાંજાનું વેચાણ કરતા ઝડપી પાડ્યો હતો.

પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર SOG સ્ટાફના ASI ઘનશ્યામસિંહ બચુભા જાડેજાને મળેલી પૂર્વ બાતમીના આધારે મૂળ નખત્રાણા તાલુકાના મંગવાણા ગામના અને હાલે ભુજ તાલુકાના કેરા ખાતે રહેતાં આરોપી ચંદ્રસિંહ કારણસિંહ જાડેજાને રૂ. 4960ની કિંમતના 496 ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. કુલ રૂ. 6220ના મુદામાલ સાથે પકડાયેલા ઇસમને NDPS એકટ તળે ગુન્હો નોંધી ભૂજ બી ડિવિઝન મથકે સોંપવામાં આવ્યો હતો. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...