કાર્યવાહી:SOGએ શહેરમાં ગાંજો, નશીલી દવાઓ વેંચતા બે યુવકોને પકડ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આદિપુરના મેડિકલ સ્ટોર સંચાલનું નામ પણ સામે આવ્યું

ભુજના આત્મારામ સર્કલ નજીક ચાની હોટલ પાસેથી પશ્ચિમ કચ્છ સ્પેશીયલ ઓપરેશન ગૃપએ બાતમીના આધારે 300 ગ્રામ ગાંજા કિંમત 3 હજાર તથા નશીલી કફસીરપની બોટલ નંગ-2 કિંમત રૂપિયા 140 તથા 89 નંગ ટેબલેટ કિંમત 554 તેમજ 2,500ના મોબાઇલ રોકડ રૂપિયા 1ક,380 સહિત રૂપિયા 7,574 ના મુદ્દા માલ સાથે ઝડપી પડ્યા હતા જ્યારે ગાંજો આપનાર ભુજનો શખ્સ તેમજ આદિપુરના રૂદ્રક્ષ મેડિકલ સ્ટોરના સંચાલકનું નામે સામે આવતાં ચારેય આરોપીઓ વિરૂધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

મંગળવારે સાંજના સમયે આત્મારામસ સર્કલ થઈ આરટીઓ સરકલ જતા રોડ ઉપર જથ્થાબંધ માર્કેટ તરફ જાવાના રસ્તા ચાની હોટેલ પાસેથી ફૈઝલ જાકબ ઉર્યે યાકુબ માંજોઠી (ઉ.વ. 23), અને અશ્પાક અયુબ ચૌહાણ (ઉ.વ.21) રહે બન્ને કેમ્પ અરિયાવાળાઓને રૂપિયા 3 હજારની કીંમતનો 300 ગ્રામ ગાંજો, નશીલી કફશીરપની બે બોટલ અને 89 ટેબલેટો સહિતના નશાકારક પથાર્થો સાથે પકડી પાડ્યા હતા.

આરોપીઅઓની પૂછતાછમાં નશીલા પદાર્થ અને ઔષધનો જથ્થો આપનાર ભુજના રામણીકભાઈ દેવીપૂજક અને આદિપુરના રુદરક્ષ મેડિકલ નામની દુકાનના સંચાલક આપ્યો હોવાની કેફીયત આપતા એસઓજીએ આરોપીઓ વિરૂઘ્ધ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

ભુજની 1 મેડીકલમાંથી પણ સીરપ મળી આવી હતી
ભુજના અમન નગર ચાર રસ્તા પાસે આવેલી જોગમૈયા મેડીકલમાંથી પણ ડ્રગ્સ વિભાગની ટીમને ડમી ગ્રાહક મારફતે નશામાં ઉપયોગ થતી કફસીરપ મળી આવી હતી, બાદમાં આ મેડીકલને તાળા લાગ્યા હતા. થોડા સમય બાદ ફરી મેડીકલ શરૂ થઇ ગઇ હતી. પ્રિસ્ક્રિપશન વગર મળી આવેલી કફ શીરપની 18 બોટલનું રિપોર્ટ કરાવવા માટે વડોદરાની લેબમાં મુકવામાં આવી હતી. જો કે, મેડીકલ સંચાલક સામે કોઇ ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવી ન હતી.

અન્ય સમાચારો પણ છે...