તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અલ્ટિમેટમ:સામખિયાળીના વેપારી પર હુમલાે કરનારને પકડવા સમાજનું અલ્ટિમેટમ

સામખિયાળી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 76 કલાકમાં આરોપી નહીં પકડાય તો ધંધા-રોજગાર બંધ કરી વિરોધ કરાશે

સામખીયાળી લોહાણા મહાજન દ્વારા પોલીસને આવેદન પત્ર આપી સામખીયારીના વેપારી ઉપર હુમલો કરનાર આરોપીઓને પકડવા પોલીસને 76 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.સામખીયાળી ખાતે ધોળા દિવસે લોહાણા સમાજના વેપારીના પરિવાર ઉપર કરવામાં આવેલા હિચકારા હુમલાને વખોડી લોહાણા મહાજન દ્વારા સરાજાહેર થયેલા હુમલા બાબતે આવેદનપત્ર પીએસઆઇ વી.જી.લાંબરીયાને આપી 76 કલાકમાં આરોપીઓને પકડવા અલ્ટિમેટમ અપાયું હતું.

જેમાં સામખીયારી લોહાણા મહાજનના પ્રમુખ રમેશભાઈ ગંધા, ઉપપ્રમુખો દિનેશભાઈ રૈયા, જયેન્દ્રભાઇ ચન્નારાણા, મંત્રી ભાવેશભાઇ રાજદે, ભચાઉ તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપનાં પ્રમુખ ધીરજલાલ કારીઆ, મહામંત્રી દિનેશભાઈ ગંધા વિગેરે અગ્રણીઓએ સામખીયારી પોલીસ સ્ટેશન ના પીએસઆઈ ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને જો 76 કલાક માં હુમલાખોરો ની ધરપકડ કરવામાં નહીં આવે તો સમાજ પોતાના ધંધા રોજગાર બંધ રાખી વિરોધ પ્રદર્શન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો