તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગાઇડલાઇનનો ભંગ:ભુજ સ્ટેશન રોડ પરની બેંકમાં સામાજિક અંતરનો ઉલાળિયો

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજ્યમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે કોર્ટે પણ સરકારની ઝાટકણી કાઢી છે તેવામાં લોકો વધુ બેદરકાર બન્યા છે. કયાંક તંત્રની મજબૂરી અને ઉદાસીનતાના કારણે કોરોના ગાઇડલાઇનનો ભંગ થઇ રહ્યો છે. જિલ્લા મથક ભુજના સ્ટેશન રોડ પર આવેલી બેંક ઓફ બરોડાના કર્મીને કોરોનાની અસર થઇ છે, જેથી બેંક દ્વારા ગ્રાહકોને અત્યંત જરૂર હોય તો જ રૂબરૂ આવવા જણાવાયું છે. બેંકના મુખ્ય પ્રવેશદ્વાર પાસે એસ.ટી.એમ. ગોઠવાયેલા હોવાના કારણે અવર-જવાર માટે જગ્યા ખુબ જ ઓછી રહે છે અને બેંકમાં એક-એક વ્યક્તિને પ્રવેશ અપાય છે, જેના કારણે બેંક બહાર ઉભેલાના ટોળાના પગલે સામાજિક અંતરના ધજાગરા ઉડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો